Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : કાપોદ્રામાં ખેલાયો ખૂની ખેલ! સરાજાહેર યુવકની હત્યા થતાં ચકચાર

સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓનો ગ્રાફ સતત વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે
surat   કાપોદ્રામાં ખેલાયો ખૂની ખેલ  સરાજાહેર યુવકની હત્યા થતાં ચકચાર
Advertisement
  1. Surat માં ફરી એકવાર ખેલાયો ખૂની ખેલ
  2. કાપોદ્રામાં ઋષિ પંડિત નામના યુવકની હત્યા
  3. સરાજાહેર યુવકની હત્યા કરી હત્યારો ફરાર

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં (Surat) ગુનાહિત પ્રવૃત્તિઓનો ગ્રાફ જાણો સતત વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, એક પછી એક ગંભીર ગુનાઓની ઘટનાઓ આપણી સમક્ષ આવી રહી છે. ત્યારે શહેરનાં કાપોદ્રા (Kapodra) વિસ્તારમાં જાહેરમાં ખૂની ખેલ ખેલાતા ચકચારી મચી જવા પામી છે. સરાજાહેર યુવકની હત્યા કરી હત્યારો ફરાર થતાં પોલીસ દોડતી થઈ છે.

આ પણ વાંચો - Dahod : પોલીસને મોટી સફળતા, રીઢા ગુનેગારોને ઝડપ્યા, 7.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Advertisement

સરાજાહેરમાં યુવકની હત્યા કરી હત્યારો ફરાર

સુરતમાંથી (Surat) વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, શહેરનાં કાપોદ્રા વિસ્તારમાં સરાજાહેરમાં એક યુવકને અન્ય એક અજાણ્યા યુવક દ્વારા ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ હત્યારો ત્યાંથી ફરાર થયો હતો. ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસની (Kapodra Police) ટીમ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Bharuch : તબીબ સાથે છેતરપિંડી! 'ધરપકડથી બચવું હોય તો...' 

હત્યા પાછળનું કારણ અકબંધ

પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર મૃતક યુવકની ઓળખ ઋષિ પંડિત તરીકે થઈ છે. ઋષિ પંડિતની હત્યા કેમ કરવામાં આવી ? અને હત્યા કોણે કરી ? તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલીને હત્યાનો ભેદ ઉકેલવા અને ફરાર હત્યારાને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. CCTV ફૂટેજ સહિતની તપાસ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જો કે, સરાજાહેર યુવકની હત્યાનો બનાવ બનતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો - Surat : વ્યાજખોર મિત્રોના ત્રાસથી કંટાળી આધેડે ભર્યું એવું પગલું જાણી રૂવાંડા ઊભા થઈ જશે!

Tags :
Advertisement

.

×