Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Surat : પાટીદાર સગીરાના અપહરણ કેસમાં આરોપીની ધરપકડ : પોલીસ પર પુષ્પવર્ષા

Surat : સુરતના સરથાણા વિસ્તારમાં પાટીદાર સમાજની 17 વર્ષીય સગીરા દીકરીના અપહરણના મામલે પોલીસને આખરે મોટી સફળતા મળી છે. આ કેસમાં મુખ્ય આરોપી 26 વર્ષીય અરવિંદ પંચાસરાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી પરણિત છે અને બે સંતાનોનો પિતા પણ છે. તેના ઉપર સગીરાને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને ભગાડી જવાનો આરોપ છે.
surat   પાટીદાર સગીરાના અપહરણ કેસમાં આરોપીની ધરપકડ   પોલીસ પર પુષ્પવર્ષા
Advertisement
  • Surat : પ્રેમજાળમાં ફસાવી 17 વર્ષીય સગીરાનું અપહરણ : સુરત ક્રાઇમ બ્રાન્ચે પરણિત આરોપીને ઝડપ્યો
  • પાટીદાર સમાજની સગીરાને ભગાડનાર અરવિંદ પંચાસરા પકડાયો : ઘટના સ્થળે રિ-ક્રિએશન, સમાજે પોલીસને પુષ્પવર્ષા કરી વધાવી
  • 38 દિવસ બાદ સુરત પોલીસને સફળતા : અપહરણ કેસમાં આરોપીની ધરપકડ, સમાજમાં રાહતનો માહોલ
  • સુરત અપહરણ કેસ : પરણિત અને બે સંતાનના પિતા આરોપીની ધરપકડ, પાટીદાર સમાજે પોલીસની કામગીરીને સલામ કરી

Surat : સુરતના સરથાણા વિસ્તારમાં પાટીદાર સમાજની 17 વર્ષીય સગીરા દીકરીના અપહરણના મામલે પોલીસને આખરે મોટી સફળતા મળી છે. આ કેસમાં મુખ્ય આરોપી 26 વર્ષીય અરવિંદ પંચાસરાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી પરણિત છે અને બે સંતાનોનો પિતા પણ છે. તેના ઉપર સગીરાને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને ભગાડી જવાનો આરોપ છે.

38 દિવસ પછી ઝડપાયો આરોપી

આ ઘટના 38 દિવસ પહેલાં બની હતી, જેના કારણે પાટીદાર સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પોલીસની ઢીલી કામગીરીને લઈને સમાજના અગ્રણીઓએ વિરોધ પ્રદર્શન કર્યા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો. આ પછી સુરત પોલીસ કમિશનરે કેસને ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો અને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

Advertisement

Surat પોલીસે જાહેરમાં કરી સરભરા

ધરપકડ બાદ પોલીસે આરોપીને જાહેરમાં સરભરા કરી અને ઘટના સ્થળે લઈ જઈને રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું. આ દરમિયાન પાટીદાર સમાજના લોકોએ પોલીસની આ દાખલારૂપ કાર્યવાહીને વધાવી લીધી હતી. સમાજના સભ્યોએ પોલીસ પર પુષ્પવર્ષા કરીને આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

સગીરાની પત્ની તરીકે આપતો હતો ઓળખ

મળતી માહિતી મુજબ, આરોપી અરવિંદ પંચાસરા સગીરાને પ્રેમના જાળમાં ફસાવીને ભગાડી ગયો હતો અને મુસાફરી દરમિયાન તેને પોતાની પત્ની તરીકે ખોટી ઓળખ આપતો હતો, જેથી કોઈને શંકા ન જાય. આ કેસમાં પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, પોક્સો એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સગીરાને સુરક્ષિત રીતે પરિવારને સોંપી દેવામાં આવી છે.

પાટીદાર અગ્રણીઓએ કાર્યવાહીને ગણાવી દાખલારૂપ

પાટીદાર સમાજના અગ્રણીઓએ આ કાર્યવાહીને દાખલારૂપ ગણાવી છે અને પોલીસને વધુ આવા કેસોમાં ત્વરિત કાર્યવાહી કરવા અપીલ કરી છે. સમાજના લોકોનું કહેવું છે કે આવા કેસોમાં ઝડપી ન્યાય મળવો જોઈએ જેથી દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. આ ઘટનાએ સુરતમાં યુવતીઓની સુરક્ષા અને પ્રેમજાળના જોખમો પર નવી ચર્ચા છેડી છે.

આ પણ વાંચો- VB-G RAM G આણશે મનરેગા-ભ્રષ્ટાચારનો અંત, એક વીકમાં મળી જશે કામદારોને પેમેન્ટ

Tags :
Advertisement

.

×