સુરત એરપોર્ટ પર DRI નો સપાટો, દિલ્હીથી ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ ખેલ ખતમ
- Surat એરપોર્ટ પરથી કરોડોનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો!
- સુરત-દિલ્હી ફ્લાઈટના મુસાફર પાસેથી DRI એ પકડ્યું ડ્રગ્સ
- 8.6 કિલો હાઇબ્રિડ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ
- જપ્ત કરાયેલા નશાના જથ્થાની કિંમત ₹2.80 કરોડ
- પેસેન્જરની બેગમાં છુપાવ્યા હતા ડ્રગ્સના ગુપ્ત પાર્સલ
- મોટા ડ્રગ્સ રેકેટના ખુલાસા માટે DRI એ તપાસ તેજ કરી
સુરત એરપોર્ટ (Surat Airport) ફરી એકવાર ગેરકાયદે પ્રવૃત્તિઓના કારણે ચર્ચામાં આવ્યું છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા કરવામાં આવેલી એક ગુપ્ત અને ચોકસાઈપૂર્વકની કાર્યવાહીમાં કરોડો રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો (Hybrid Ganja) ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સ દિલ્હીથી સુરત આવતી ફ્લાઈટ મારફતે લાવવામાં આવી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
સુરત એરપોર્ટથી ઝડપાયો કરોડોનો હાઇબ્રિડ ગાંજો
સુરત દિલ્હી ફલાઈટમાં આવેલા મુસાફરની ધરપકડ
8.600 કિલો હાઇબ્રિડ ગાંજા સાથે એકની ધરપકડ
માહિતીના આધારે DRI વિભાગે કરી કાર્યવાહી
2.80 કરોડનો હાઇબ્રિડ ગાંજા ઝડપી લેવામાં આવ્યો
દિલ્હીથી આવેલા મુસાફરની તપાસ કરતા મળ્યો ગાંજો
મુસાફરની બેગમાંથી… pic.twitter.com/VcX67uZBnV— Gujarat First (@GujaratFirst) May 9, 2026
શંકાસ્પદ મુસાફરની અટકાયત કરી
મળતી માહિતી મુજબ, DRI વિભાગને અગાઉથી જ બાતમી મળી હતી કે એક મુસાફર નશીલા પદાર્થો સાથે સુરત પહોંચી રહ્યો છે. જેવી ફ્લાઈટ સુરત એરપોર્ટ પર લેન્ડ થઈ, અધિકારીઓએ વોચ ગોઠવી દીધી હતી. શંકાસ્પદ મુસાફરની અટકાયત કરી તેની બેગની તપાસ કરતા, તેમાંથી વ્યવસ્થિત રીતે પેક કરેલા હાઇબ્રિડ ગાંજાના પાર્સલ મળી આવ્યા હતા. તપાસમાં આ જથ્થાનું વજન 8.600 કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે ₹2.80 કરોડ (2.80 Crore) આંકવામાં આવી રહી છે.
Surat: હાઇબ્રિડ ગાંજો સાથે ધરપકડ
હાઇબ્રિડ ગાંજો સામાન્ય ગાંજા કરતા વધુ ઘાતક અને મોંઘો હોય છે, જેની માંગ શહેરમાં વધતી જતી હોવાનું મનાય છે. DRI એ મુસાફરની ધરપકડ કરી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું અને આની પાછળ કયું મોટું રેકેટ કામ કરી રહ્યું છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. આગામી દિવસોમાં સુરતના અન્ય ડ્રગ પેડલર્સ (Drug Peddlers) ના નામ ખૂલે તેવી પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચો: Rajkot માં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી મલ્ટિનેશનલ બ્રાન્ડ!, Burger King માંથી મળ્યો બગડેલા દૂધનો જથ્થો


