Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ડીંડોલીમાં BJP નેતાને ભપકો ભારે પડ્યો! પોલીસે કરી ધરપકડ, જાણો DCP એ શું કહ્યું ?

સુરત પોલીસ DCP એ જણાવ્યું કે, પુરાવા મળશે તેના આધારે કડક કાર્યવાહી કરાશે.
surat   ડીંડોલીમાં bjp નેતાને ભપકો ભારે પડ્યો  પોલીસે કરી ધરપકડ  જાણો dcp એ શું કહ્યું
Advertisement
  1. Surat નાં ડીંડોલીમાં BJP નેતાને ભપકો ભારે પડ્યો
  2. આરોપી ઉમેશ તિવારીની ડીંડોલી પોલીસે ધરપકડ કરી
  3. ઘટના મુદ્દે સુરત DCP ભગીરથ ગઢવીનું નિવેદન
  4. ઘટનામાં સંતોષ દુબે, વીરેન્દ્ર વિશ્વકર્માને ઇજા થઈ છે : DCP

સુરતનાં (Surat) ડીંડોલી વિસ્તારમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં BJP નેતા દ્વારા હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનાનાં CCTV ફૂટેજ સામે આવતા ડીંડોલી પોલીસે કાર્યવાહી કરી ભાજપ નેતાની ધરપકડ કરી છે. સુરત પોલીસ DCP એ જણાવ્યું કે, તપાસમાં હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. પુરાવા મળશે તેના આધારે કડક કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો - Surat : રૂંવાડા ઊભા કરે એવી ઘટના CCTV માં કેદ! અઢી વર્ષની બાળકીને કારચાલકે કચડી

Advertisement

તપાસમાં હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે : DCP

સુરતનાં (Surat) ડીંડોલી વિસ્તારમાં આવેલા સુમુખ સર્કલ પાસેની સાંઈ શક્તિ સોસાયટીમાં મોડી રાતે એક લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનાનાં CCTV ફૂટેજ સામે આવતા તપાસ હાથ ધરાઈ હતી. પોલીસ તપાસ અનુસાર, ફાયરિંગ કરનાર ભાજપનો કાર્યકર્તા ઉમેશ તિવારી હતો, જેની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે સુરત પોલીસ DCP ભગીરથ ગઢવીએ (Surat Police DCP Bhagirath Gadhvi) મીડિયાને જણાવ્યું કે, તપાસમાં હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં સંતોષ દુબે અને વીરેન્દ્ર વિશ્વકર્મા નામની વ્યક્તિને ઇજા થઈ છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot માં બિલ્ડર એસો. ની વિશાળ મૌન રેલી, આવેદન પત્ર આપી સરકારને કરી આ માગ

હાલ BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે : DCP

DCP, સુરત પોલીસે આગળ કહ્યું કે, જે ઘટના બની છે, તેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે રિવોલ્વર સરખું કરવા જતાં ફાયરિંગ થયું હતું. પરંતુ, તપાસ કરતા જાણવા મળ્યું છે કે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. આરોપી રિવોલ્વરનું લાયસન્સ ધરાવે છે. હાલ, આરોપી વિરુદ્ધ BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, જેમાં અલગ-અલગ સજાની જોગવાઈ છે. આરોપીના હથિયારનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. પુરાવા મળશે તેના આધારે કડક કાર્યવાહી કરાશે. આરોપીનાં ગુનાહિત ઇતિહાસની તપાસ કરાશે. ડીસીપીએ વધુમાં જણાવ્યું કે, પોલિસ દ્વારા સ્થળ પર ઘટનાનું સીન રિ-ક્રિએશન કરવામાં આવશે. આરોપીએ શા માટે હથિયારનું લાયસન્સ મેળવ્યું, તેનું કારણ પણ ચકાસવામાં આવશે.

આ પણ વાંચો - Patan : ઉ. ગુજરાત યુનિ.ની હોસ્ટેલમાં દારૂની મહેફિલ માણતા આણંદનાં ખેલાડીઓ ઝડપાયા

Tags :
Advertisement

.

×