Surat: પ્રજ્ઞાચક્ષુ યુવતી સાથે ગેમના બહાને દુષ્કર્મ, આરોપી આલમની ધરપકડ
- સુરતના (Surat) અલથાણ વિસ્તારમાં પ્રજ્ઞાચક્ષુ યુવતી સાથે દુષ્કર્મ
- કન્સ્ટ્રક્શન સાઇટ પર ગેમ રમવાના નામે 21 વર્ષીય યુવતીને બનાવી હવસનો શિકાર
- પીડીતાએ પતિને વાત કરતા મામલો અલથાણ પોલીસ મથકે પહોંચ્યો
- પોલીસે નરાધમ સાદીક આલમ રબી બુર રહેમાનની કરી ધરપકડ
Surat: સુરતમાં (Surat) અલથાણ વિસ્તારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 21 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ યુવતી સાથે બાંધકામ સાઇટ પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ ઘટના ભીમરાડ વિસ્તારમાં આવેલી 'પાયોનીયર વિયોના' નામની નવી બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન સાઇટ પર બની હતી.પીડિતા યુવતી તેના પતિ સાથે મજૂરીનું કામ કરે છે અને સાઇટ પર જ જીવન વિતાવે છે. આરોપી સાદીક આલમ રબી બુર રહેમાન (આલમ) પણ આ જ સાઇટ પર લાદી ટાઇલ્સનું કામ કરતો હતો. તે 15 દિવસ પહેલાં જ આ સાઇટ પર રહેવા આવ્યો હતો.
સુરતના (Surat) અલથાણ વિસ્તારમાં પ્રજ્ઞાચક્ષુ યુવતી સાથે દુષ્કર્મ
મળતી માહિતી મુજબ 10 જાન્યુઆરીએ આરોપી યુવતીના રૂમમાં આવ્યો અને ગેમ રમવાના બહાને તેની નજીક જઈને શારીરિક અડપલા કર્યા. તેણે યુવતીના મોં પર હાથ મૂકીને બળજબરીથી દુષ્કર્મ આચર્યું. ઘટના બાદ તેણે ધમકી આપીને ત્યાંથી ચાલ્યો ગયો. 13 જાન્યુઆરીએ પણ તેણે ફરી ગાળા-ગાળ કરીને ધાકધમકી આપી હતી.પીડિતાએ આ ઘટના તેના પતિને જણાવતાં મામલો અલથાણ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સાદીક આલમની ધરપકડ કરી હતી. પોલીસે પીડિતા યુવતીનું તબીબી પરીક્ષણ કરાવ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાથી લોકોમાં ભારે રોષ
આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની સુરક્ષા અને બાંધકામ સાઇટ્સ પર કામ કરતા મજૂરોની વચ્ચે યોગ્ય વ્યવહારની જરૂરિયાતને લઈને પ્રશ્નો ઉભા થયા છે. પોલીસે આરોપી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે, જેથી આવી ઘટનાઓ પુનરાવર્તન ન થાય.
આ પણ વાંચો:Bhuj Earthquake: ભુજ તાલુકાના ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો, 4.1.ની નોંધાઈ તીવ્રતા


