સુરતમાં BLO ના મૃત્યુ કેસમાં ગેસ ગીઝરના ગળતરની આશંકા, તંત્રએ દુ:ખ વ્યક્ત કર્યું
ડેપ્યુટી કલેક્ટર અને ERO નેહા સવાણીએ વધુમાં જણાવ્યું કે, બાથરૂમમાં ગેસ ગીઝરના ગળતરની ઘટના બની હોવાની માહિતી છે. વેન્ટિલેશન નહીં હોવાથી તેઓ બેભાન થઇ ગયા હતા, ત્યાર બાદ તેઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના ખુબ જ દુખદ છે. તેમણે તેમ પણ કહ્યું કે તંત્ર રાષ્ટ્રીય મહત્વની કામગીરી સમજીને આ કામ કરી રહ્યું છે.
Advertisement
- સુરતમાં BLO ના મોતને પગલે ખળભળાટ મચી ગયો
- ઘટના અંગે સુરતના ડેપ્યુટી કલેક્ટર નેહા સવાણીનું નિવેદન સામે આવ્યું
- મૃતક BLO નું ખુબ સારૂ પરફોર્મન્સ હોવાનું જાણવા મળ્યું
Surat BLO Death : સુરત મનપાના વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી દિનકલબેન શીંગોડાવાળા (Dinkalben Shingodawala) ઘરના બાથરુમમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં ખસેડતાં ડોક્ટરે મૃત ઘોષિત કરી કર્યા હતા. આ મામલે ડેપ્યુટી કલેક્ટર અને ERO નેહા સવાણીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, મૃતક શાહપુર બુથ નંબર - 9-બી ના બીએલઓ હતા. અને વરાછા પૂર્વ ઝોનમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ હતા. તેઓની ઉંમર 26 વર્ષ હતી, અને તેમનું ખુબ સારૂ પરફોર્મન્સ હતું. તેમે 45 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી દીધી હતી.

