Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ટ્રેનની અડફેટે યુવક-યુવતીનું મોત, પ્રેમી યુગલ હોવાની વાત, તપાસનો ધમધમાટ શરૂ

સચિન રેલવે વિસ્તારમાં યુવક-યુવતીનું ટ્રેનની અડફેટે મોત (Surat) મૃતક યુવક બિહારનો રહેવાસી, યુવક-યુવતી પ્રેમી યુગલ હોવાની વાત યુવકનાં પરિવારે યુવતી વિશે કોઈ માહિતી આપી નથી સુરતનાં (Surat) સચિન રેલવે વિસ્તારમાંથી હચમચાવી ઘટના સામે આવી છે. ટ્રેનની અડફેટે આવતા યુવક...
surat   ટ્રેનની અડફેટે યુવક યુવતીનું મોત  પ્રેમી યુગલ હોવાની વાત  તપાસનો ધમધમાટ શરૂ
Advertisement
  1. સચિન રેલવે વિસ્તારમાં યુવક-યુવતીનું ટ્રેનની અડફેટે મોત (Surat)
  2. મૃતક યુવક બિહારનો રહેવાસી, યુવક-યુવતી પ્રેમી યુગલ હોવાની વાત
  3. યુવકનાં પરિવારે યુવતી વિશે કોઈ માહિતી આપી નથી

સુરતનાં (Surat) સચિન રેલવે વિસ્તારમાંથી હચમચાવી ઘટના સામે આવી છે. ટ્રેનની અડફેટે આવતા યુવક અને યુવતીનું મોત નીપજ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, યુવક બિહારનો રહેવાસી હતો. જ્યારે યુવતી અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. યુવક-યુવતી પ્રેમી યુગલ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ મામલે સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Kutch : ભારત-પાકિસ્તાન બોર્ડર પર મળસ્કે ધરતી ધ્રુજી, જાણો કેન્દ્ર બિંદુ અને તીવ્રતા અંગે

Advertisement

સચિન રેલવે વિસ્તારમાં યુવક-યુવતીનું ટ્રેનની અડફેટે મોત

સુરતનાં સચિન રેલવે વિસ્તારમાં (Sachin Railway Area) એક યુવક અને યુવતીનું ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું છે. આ ઘટના અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે મોકલીને તપાસ આદરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક યુવકની ઓળખ બિહારનાં (Bihar) ગોબિંદા કુમાર રાય તરીકે થઈ છે. ગોબિંદા યુવતીને લઈને બિહારથી સુરત આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - VADODARA : ટુ વ્હીલરનો વળાંક લેતા સમયે થયેલી માથાકુટ બાદ ધીંગાણૂં

અકસ્માત કે પછી આત્મહત્યા, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

મૃતક ગોબિંદા અને યુવતી પ્રેમી યુગલ હોવાનું હાલ સામે આવ્યું છે. જો કે, ગોબિંદા સુરત (Surat) કેમ આવ્યો તે અંગે તપાસ ચાલી રહી છે. સાથે જ યુવકનાં પરિવારનો સંપર્ક કરી પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. મૃતક યુવતી અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. જ્યારે મૃતક યુવકના પરિવારે પણ યુવતી અંગે કોઈ માહિતી પોલીસને આપી નથી. યુવક-યુવતીએ આત્મહત્યા કરી છે કે પછી તેમનો અકસ્માત થયો હતો તે અંગેની હકીકત જાણવા પોલીસે CCTV કેમેરા, મોબાઇલ ફોન સહિતની તપાસ આદરી છે.

આ પણ વાંચો - VADODARA : પતિનો ઠપકો લાગી આવતા પત્નીએ દવા ગટગટાવી

Tags :
Advertisement

.

×