ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SURAT : 100 કરોડની સરકારી જમીનનો 15 કરોડ રૂપિયામાં બારોબાર સોદો, 12 કરોડ તો પડાવી પણ લીધા

SURAT : સુરતમાં રૂ. 100 કરોડની કિંમતની સરકારી જમીનનો સસ્તામાં સોદો કરીને વેપારીને છેતરવાનો પ્રયાસ કરનારી ટોળકીનો પર્દાફાશ થયો છે. ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ (ઇકો સેલે)ની તપાસમાં નકલી કાગળો વડે છેતરપિંડી કરનાર ત્રણ આરોપી બાદરસિંહ, સંગ્રામસિંહ અને સંજયસિંહને ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ વેપારી કરમશીભાઈ દેસાઈ પાસેથી તબક્કાવાર રૂ. 12 કરોડ વસૂલ્યા હતા.
09:38 PM Nov 05, 2025 IST | Mujahid Tunvar
SURAT : સુરતમાં રૂ. 100 કરોડની કિંમતની સરકારી જમીનનો સસ્તામાં સોદો કરીને વેપારીને છેતરવાનો પ્રયાસ કરનારી ટોળકીનો પર્દાફાશ થયો છે. ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ (ઇકો સેલે)ની તપાસમાં નકલી કાગળો વડે છેતરપિંડી કરનાર ત્રણ આરોપી બાદરસિંહ, સંગ્રામસિંહ અને સંજયસિંહને ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ વેપારી કરમશીભાઈ દેસાઈ પાસેથી તબક્કાવાર રૂ. 12 કરોડ વસૂલ્યા હતા.

SURAT : સુરતમાં રૂ. 100 કરોડની કિંમતની સરકારી જમીનનો સસ્તામાં સોદો કરીને વેપારીને છેતરવાનો પ્રયાસ કરનારી ટોળકીનો પર્દાફાશ થયો છે. આર્થિક ગુના નિવારણ ક્રાઈમ બ્રાન્ચ (ઇકો સેલે)ની તપાસમાં નકલી કાગળો વડે છેતરપિંડી કરનાર ત્રણ આરોપી બાદરસિંહ, સંગ્રામસિંહ અને સંજયસિંહને ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ વેપારી કરમશીભાઈ દેસાઈ પાસેથી તબક્કાવાર રૂ. 12 કરોડ વસૂલ્યા હતા.

ઘટના કામરેજની ખોલવડ ગામ સાથે જોડાયેલી છે, જ્યાં આરોપીઓએ બ્લોક નં. 3128 અને 3129ની બે સરકારી પ્લોટ્સ બતાવ્યા હતા. આ જમીનોની વાસ્તવિક કિંમત રૂ. 100 કરોડ જેટલી હોવા છતાં તેઓએ તેને માત્ર રૂ. 15 કરોડમાં અપાવવાની લાલચ આપી હતી. સરકારી મહેસૂલ વિભાગના બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને ખોટા લેટરહેડ, સહીઓ અને સિક્કા લગાવીને તેને અસલ દેખાવ અપાયો હતો. પત્રોમાં જમીન હસ્તાંતરણ પ્રક્રિયા ચાલુ હોવાનું ખોટું લખાણ પણ દર્શાવવામાં આવ્યું હતું, જેથી વેપારીનો વિશ્વાસ જીતી શકાય.

આ પણ વાંચો- અમૂલે વિશ્વમાં વગાડ્યો ભારતનો ડંકો, 2025 GDP રેન્કિંગમાં નંબર-1; અમિતભાઈ શાહે પાઠવી શુભેચ્છા

ફરિયાદી કરમશીભાઈ દેસાઈએ પૈસા આપ્યા પછી જમીનનો કબજો ન મળતા સંશય ઉભો થયો. તેમણે પોતાની તપાસ શરૂ કરી, જેમાં માલુમ પડ્યું કે તમામ કાગળો નકલી છે. તુરંત ઇકો સેલેને જાણ કરતાં તાત્કાલિક કાર્યવાહી કરીને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીઓની ટોળકીનો ખુલાસો થયો હતો. જેમાં છમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાકીના ત્રણ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

આ કેસ સુરતમાં વધતી જતી જમીન છેતરપિંડીના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને ગંભીર છે. ઇકો સેલે અને પોલીસે જણાવ્યું કે, આવા નકલી દસ્તાવેજો તૈયાર કરવાની રેકેટ ચલાવવામાં આવે છે. જેમાં સરકારી જમીનોને લક્ષ્ય બનાવીને વેપારીઓને નિશાન બનાવવામાં આવતા હતા. ફરિયાદીને પાછા પૈસા પરત મેળવવા અને આરોપીઓ સામે IPCની કલમો 420 (છેતરપિંડી), 467 (બનાવટી દસ્તાવેજો) સહિતના અન્ય કલમો સાથે ગુન્હો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી નકલી દસ્તાવેજો અને અન્ય સામગ્રી જપ્ત કરી છે.

આ ઘટના વેપારી સમુદાયમાં ચર્ચાનો વિષય બની છે અને તેમણે સરકારી જમીનની ખરીદી-વેચાણમાં સાવચેતી અપનાવવાની અપીલ કરી છે. ઇકો સેલેની આ કાર્યવાહીથી અન્ય સંભવિત કિસ્સાઓ પણ તપાસમાં બહાર આવવાની આશંકાઓ દેખાઈ રહી છે.

આ પણ વાંચો- Harsh Sanghvi : ભારત-પાકિસ્તાન સરહદના ગ્રામ્ય વિસ્તારોની DYCM હર્ષભાઈ સંઘવી કરશે મુલાકાત

Tags :
Badarsinheco sale actiongovernment land dealSangramsinhSanjaysinhSurat Fraud
Next Article