Surat: ચૌટા બજાર વિસ્તારમાં પોલીસ દ્વારા દબાણ દૂર કરાયું, સમસ્યાનો ઉકેલ નહી આવતા લોકોમાં રોષ
- સુરતના ચૌટા બજાર વિસ્તારમાં દુકાનો બહાર દબાણ
- હોસ્પિટલમાં આવતી એમ્બ્યુલન્સને પસાર થવામાં મુશ્કેલી
- ચેરિટી હોસ્પિટલે ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત
- ગૃહ રાજ્યમંત્રીને લખેલા પત્ર બાદ પોલીસ એક્શન મોડમાં
સુરતના ચૌટા બજારમાં લાંબા સમયથી ચાલી આવેલ દબાણો સ્થાનિક વિસ્તારના લોકોની સાથે સાથે હોસ્પિટલ માટે પણ ન્યુસન્સ રૂપ બની ગયા છે. ભારે દબાણોના કારણે સ્થાનિક વિસ્તારમાં ઇમરજન્સી ન સમયે દર્દીને લઈ આવતી એમ્બ્યુલન્સની પણ અંદર આવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરી કાર્યવાહી માંગ સાથે રાજ્યગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીને લેખિતમાં પત્ર પાઠવી રજુવાત કરવામાં આવી છે. જે પત્રની તાત્કાલિક અસર આજ રોજ ચૌટા બજારમાં જોવા મળી હતી. જ્યાં અઠવા પોલીસે ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.જે કાર્યવાહીના પગલે દબાણકર્તા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
વિવિધ ટી સ્ટોલ બહાર ગેરકાયદેસર દબાણો
સુરતનો ચૌટા બજાર સુરત સહિત દક્ષિણ ગુજરાત ના લોકો માટે ખરીદી માટેનું એકમાત્ર મોટું સ્થળ ગણવામાં આવે છે. અહીં સુરત થી લઈ વાપી સુધીના લોકો ખરીદી માટે આવશે છે. જો કે અહીં આવેલ વિવિધ સ્ટોલ બહાર છેલ્લા લાંબા સમયથી ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા છે. જે દબાણો ના કારણે સ્થાનિક વિસ્તારોના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની મીઠી નજર હેઠળ અહીં દુકાનદારો પોતાની દુકાન બહાર જ સ્ટોલ ચાલુ રાખવાની પરવાનગી આપી ભાડા વસુલતા હોવાનું વ્યાપક ફરીયાદો ભૂતકાળમાં ઉઠી છે. સ્થાનિક અગ્રણીઓ દ્વારા પણ આ મામલે અનેક વખત પાલિકા તંત્ર સહિત પોલીસ વિભાગને રજૂઆત કરી છે.
ચિરાગ ચોકસી ( હોસ્પિટલ સેક્રેટરી )
દર્દીઓ અને એમ્બ્યુલન્સને મુશ્કેલીનો સામનો
રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા અહીં કરવામાં આવતાં દબાણો દૂર કરવામાં આવતા નથી.જેના કારણે સ્થાનિક લોકોની સાથે સાથે અહીં આવેલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને એમ્બ્યુલન્સ ને પણ આવવા જવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યાં તંત્રને વારંવાર રજુવાત છતાં સમસ્યાનો કોઈ યોગ્ય નિકાલ નહીં આવતા અંતે સ્થાનિક વિસ્તારમાં આવેલ ચેરિટી હોસ્પિટલ દ્વારા રાજ્યગૃહ મંત્રીને લેખિતમાં પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.જે રજૂઆતની તાત્કાલિક અસર આજ રોજ જોવા મળી હતી.
સંજય ભાઈ (એમ્બ્યુલન્સ ચાલક )
દુકાન બહાર દબાણ જોવા મળ્યા
અઠવા પોલીસ મથકના મોટા કાફલા દ્વારા અહીં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.જે કામગીરી સુરત મહાનગરપાલિકાના કાર્યક્ષેત્ર માં આવે છે તે કામગીરી પોલીસે કરવી પડી હતી.પોલીસની કાર્યવાહી દરમ્યાન અહીં રીતસરના દબાણો દુકાનો બહાર જોવા મળ્યા હતા.જે તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી અઠવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.આ અંગે અઠવા પોલીસ મથકના પીઆઈ આર.આર.મકવાણા એ જણાવ્યું કે,પોલીસની pcr વાન દ્વારા વારંવાર અહીં પેટ્રોલિંગ કરવામાં આવે છે અને દબાણો દૂર કરવામાં આવે છે.હાલ પાલિકા જોડે સંકલન કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
વેપારી
આ મુશ્કેલીનો સત્વરે નિરાકરણ લાવવું જોઈએ
ચૌટા બજારમાં આવેલ દુકાનો બહાર લગાવવામાં આવતા વિવિધ સ્ટોલ ન કારણે ટ્રાફિક ની સમસ્યા ઉદભવે છે. જેના કારણે અહીંથી પગપાળા હોય કે પછી ટુ વ્હીલ વાહનોને પણ પસાર થવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એ ઉપરાંત ફોર વ્હીલ કાર પણ અહીં થી પસાર થઈ શકે તેવી કોઈ સ્થિતિ જોવા મળતી નથી. જ્યારે આગ લાગે ત્યારે ફાયરના વાહનો પણ અહીં પ્રવેશ કરી શકે તેવી કોઈ વ્યવસ્થા અહીં નથી. જેથી અહીં વારંવાર કરવામાં આવતા દબાણો ન કારણે લોકો પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જે લોકો પણ હવે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ ન્યુસન્સનો કાયમી ઉકેલ લાવવામાં આવે.
આ પણ વાંચોઃ Kutch: આરોગ્ય વિભાગ સતર્ક, સરકારી હોસ્પિટલમાં તૈયાર કરાયા સ્પેશ્યલ વોર્ડ
પાલિકા તંત્ર દ્વારા આંખ આડા કાન
સુરતના ચૌટા બજારમાં છેલ્લા ઘણા વર્ષોથી દુકાનો બહાર ગેરકાયદે દબાણોના સામનો અહીંના લોકો કરતા આવ્યા છે. પાલિકા તંત્ર પણ આ દબાણો સામે આંખ આડા કાન કરતું આવ્યું છે. જેના કારણે દબાણકર્તાઓ પણ ફાટીને ધુમાડે ગયા છે. જ્યાં રાજ્યગૃહમંત્રીને કરવામાં આવેલી રજૂઆત બાદ હવે આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવે છે કે કેમ તેની વાટ અહીંના લોકો જોઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Vadodara: વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરતા CM Bhupendra Patel