Surat : લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે, સસ્તી દુકાન લેવાની લ્હાયમાં લાખો રૂપિયા ખોયા
સુરત શહેરના નવસારી બજારમાં લોકોને સસ્તી દુકાન આપવાના બહાને લોકો પાસેથી રૂપિયા 20 લાખની ઠગાઈ અચરવાનો કિસ્સો સામે આવવા પામ્યો છે. બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત મિશ્રાએ ધર્મ પરિવર્તન કરી દુકાન વેચવાના બહાને લોકો સાથે ઠગાઈ આચરી હતી. બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત મિશ્રા ધર્મ પરિવર્તન કરી મેમણ મોહમ્મદ ઉર્ફે મોહમ્મદ ફૈઝાન બની ગયો હતો.
બિલ્ડર રોહિત ઉર્ફે મેમણ મોહંમદ ફૈઝાન પોલીસ પકડથી દૂર
બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત મિશ્રા ધર્મ પરિવર્તનકરી મેમણ મોહમ્મદ ઉર્ફે મોહમ્મદ ફૈઝાન દ્વારા મહિડા રેસિડેન્સીમાં સસ્તી દુકાન આપવાના નામે 20 લાખ પડાવ્યા હતા. ત્યાર બાદ દુકાન અન્યને વેચી નાંખવામાં આવી હતી. દુકાન અન્ય વ્યક્તિઓને વેચ્યા બાદ પણ બિલ્ડર દ્વારા લોકોને પૈસા પરત ન આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે શેખ નાસિર ઈસ્લામની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ફરિયાદ નોંધી હોવાની જાણ બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત મિશ્રા-ધર્મ પરિવર્તન કરી મેમણ મોહમ્મદ ફૈઝાનને થતા તે ફરાર થઈ ગયો હતો.પોલીસ દ્વારા તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Gujarat Rain Update : હવામાન વિભાગે આગામી 7 દિવસ છુટાછવાયાથી ભારે વરસાદની આગાહી કરી
પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરીઃ જી.એમ. હડિયા
ઈકો સેલ પીઆઈ જી.એમ.હડિયાએ જણાવ્યું હતું કે, દરગાહની નજીક મહિડા રેસીડેન્સી કરીને છે. જેમાં દુકાનોનો સોદો ફરિયાદ દ્વારા કરવામાં આવેલ હતો. જેમાં દલાલ તેમજ બિલ્ડર દ્વારા ફરિયાદી સાથે છેંતરપીંડી કરી હતી. તેમજ દુકાન પેટે આપેલ રૂપિયા 20 લાખ જેટલી રકમ પડાવી લીધેલ. તેમજ દુકાનનો દસ્તાવેજ ફરિયાદીના નામે કરવાને પગલે અન્ય કોઈ વ્યક્તિ જેનું નામ મોહમ્મદ ઉસ્માન મેમણના નામે કરી દીધેલ હતો. આ સમગ્ર ઠગાઈમાં દલાલ તરીકેની ભૂમિકા ભજવનાર નાસીર શેખની પોલીસે ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ Vadodara માં ગરીબોનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ!