ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : બાળકને શોધવા ફાયરનાં 60 થી વધુ જવાનોનો છેલ્લા 14 કલાકથી સંઘર્ષ

દ્રસનાજના ઊંડા સ્ટોર્મમાં સુરત ફાયર વિભાગનાં જવાનો સ્કુબા શૂટ અને ઓક્સિજન સપોર્ટ સાથે ઊતર્યા છે.
08:45 AM Feb 06, 2025 IST | Vipul Sen
દ્રસનાજના ઊંડા સ્ટોર્મમાં સુરત ફાયર વિભાગનાં જવાનો સ્કુબા શૂટ અને ઓક્સિજન સપોર્ટ સાથે ઊતર્યા છે.
Surat_Gujarat_first main
  1. Surat માં વરિયાવમાં 2 વર્ષનાં બાળકનું ગટરમાં ગરકાવનો મામલો
  2. ફાયર બ્રિગેડનાં 60 થી વધુ જવાનો બાળકને શોધવામાં લાગ્યા
  3. છેલ્લા 14 કલાકથી બાળકને શોધવાની કામગીરી યથાવત
  4. પરંતુ, હજુ સુધી બાળકની કોઇ ભાળ ન મળતા માતા-પિતા-પરિવારજનોમાં ચિંતા

સુરતમાં (Surat) વરિયાવ વિસ્તારમાં બે વર્ષનું બાળક ઊંડી ખુલ્લી ગટરમાં પડી જવાની ઘટનામાં ફાયર બ્રિગેડનું રેસ્ક્યૂ ઓપરેશન હાલ પણ ચાલુ છે. ફાયર વિભાગનાં 60 થી વધુ જવાન છેલ્લા 14 કલાકથી બાળકની શોધખોળ કરી રહ્યા છે પરંતુ, તેમ છતાં હજુ સુધી બાળકની કોઈ બાળ મળી નથી. ઊંડા સ્ટોર્મમાં ફાયર વિભાગની (Fire Department) ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. વિપક્ષ નેતા પોતાનાં અન્ય સભ્યો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.

આ પણ વાંચો - સુરતમાં બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડ્યું, 6 ફૂટ પાણીમાં કેમેરા સાથે જવાન ઉતર્યો

છેલ્લા 14 કલાકથી બાળકને શોધવાની કામગીરી યથાવત

સુરતનાં (Surat) વરિયાવ વિસ્તારમાં ગઈકાલે બે વર્ષનું માસૂમ બાળક ઊંડી ખુલ્લી ગટરમાં ગરકાવ કરી ગયું હતું. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ બાળક ન મળતા પરિવારે ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને સમજી ફાયરની વિવિધ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. માહિતી અનુસાર, ફાયર વિભાગનાં 60 થી વધુ જવાન દ્વારા છેલ્લા 14 કલાકથી બાળખની શોધખોળ કરાઈ રહી છે. છતાં હજી સુધી બાળકની કોઈ ભાળ મળી નથી. બાળક હેમખેમ મળી જાય તેવી પ્રાર્થના માતા-પિતા અને પરિવારજનો કરી રહ્યા છે.

આ પણ વાંચો - Rajkot : જસદણ નગરપાલિકા ચૂંટણીમાં AAP ને ઝટકો! મહિલા ઉમેદવારે છેડો ફાડી BJP ને આપ્યો ટેકો

જવાબદારો લોકો સામે કાર્યવાહી કરવા વિપક્ષની માગ

માહિતી અનુસાર, દ્રસનાજના ઊંડા સ્ટોર્મમાં સુરત ફાયર વિભાગનાં જવાનો સ્કુબા શૂટ અને ઓક્સિજન સપોર્ટ સાથે ઊતર્યા છે અને બાળકની શોધ આદરી છે. અથાગ મહેનત બાદ પણ બાળકને શોધવામાં રેસ્ક્યૂ ટીમને હજી સુધી સફળતા મળી નથી. ડ્રેનેજની ઊંડી કુંડીમાં પડી ગયેલા બાળકને શોધવામાં અને ડ્રેનેજનાં નેટવર્ક શોધવામાં ફાયરને મુશ્કેલી પડી રહી છે. દરમિયાન, રાતે વિપક્ષ નેતા પાયલ સાકરિયા અન્ય સભ્યો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. પાલિકા (SMC) દ્વારા અહીં બનાવવામાં આવેલ ડ્રેનેજ નેટવર્કની કામગીરી પર તેમણે સવાલ ઉઠાવ્યા હતા અને જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહીની માંગ કરી હતી.

આ પણ વાંચો - અમેરિકાએ પરત મોકલેલા ગેરકાયદેસર ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ, રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો કેસ દાખલ નહીં થાય: સૂત્ર

Tags :
Breaking News In GujaratiChild falling into DrainGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiPayal SakariaSMCSuratSurat Fire Department
Next Article