Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ચોકબજારમાં હત્યાનો ભેદ ઉકેલાયો, 3 આરોપીની ધરપકડ, હત્યાનું કારણ ચોંકાવનારું!

સુરતનાં ચોકબજારમાં ગઈકાલે ધોળા દિવસે સુજલ વાટુકિયા નામનાં યુવકની હત્યા કરાઈ હતી.
surat   ચોકબજારમાં હત્યાનો ભેદ ઉકેલાયો  3 આરોપીની ધરપકડ  હત્યાનું કારણ ચોંકાવનારું
Advertisement
  1. Surat ચોકબજારમાં હત્યાનો ભેદ ઉકેલાયો
  2. ત્રણ આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
  3. ભરૂચ રેલવે સ્ટેશનથી ત્રણેય હત્યારાઓને ઝડપ્યા

સુરતનાં (Surat) ચોકબજારમાં ગઈકાલે ધોળા દિવસે એક યુવકની કરપીણ હત્યા થઈ હતી. આ કેસમાં પોલીસે ગણતરીનાં કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ છે. આ ત્રણેય આરોપી મૃતક યુવકનાં મિત્ર હતા. મોબાઇલ અંગેની માથાકૂટમાં યુવકની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad : GST કૌભાંડનાં આરોપી Mahesh Langa ને સેશન્સ કોર્ટથી મોટો ઝટકો!

Advertisement

ભરૂચ રેલવે સ્ટેશનથી ત્રણ આરોપીઓની ધરપકડ

સુરતનાં ચોકબજારમાં ગઈકાલે ધોળા દિવસે સુજલ વાટુકિયા નામનાં યુવકની હત્યા કરાઈ હતી. આ કેસમાં પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્ચે (Surat Crime Branch) ચોકબજાર અને રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશનથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપી આર્યન દરજી સહિત અન્ય બે સગીર મૃતક યુવક સુજલના મિત્ર છે. આરોપીઓ અને મૃતક યુવક વચ્ચે મોબાઈલને લઈ માથાકૂટ થઈ હતી. મૃતક સુજલ વાટુકિયા મોબાઈલ આપવામાં આનાકાની કરતો હતો. આથી, આરોપી આર્યન દ્વારા સુજલને ચપ્પુનાં ઘા ઝીંકી જ્યારે અન્ય બે સગીરોએ ગડદાપાટુનો માર મારી હત્યા કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : કાગડાપીઠ હત્યા કેસમાં PI વિરુદ્ધ મોટી કાર્યવાહી! ઠાકોર સમાજનાં લોકોનો ચક્કાજામ

આરોપીઓનો મોબાઇલ મૃતકનાં ઘરે રહી ગયો

પોલીસ તપાસ અનુસાર, હત્યા કર્યા બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થયા હતા. જો કે, આરોપીઓનો મોબાઇલ મૃતકનાં ઘરે રહી ગયો હતો. આથી, પોલીસે સઘન તપાસ કરી આરોપી આર્યન દરજી સહિત અન્ય બે સગીરોની ભરૂચ રેલવે સ્ટેશનથી (Bharuch railway station) ધરપકડ કરી હતી. પોલીસ તપાસ અનુસાર, આર્યન દરજી વિરૂદ્ધ અગાઉ પણ બે ગુન્હા નોંધાઈ ચૂક્યા છે. જ્યારે, સગીર વયનાં બે આરોપીઓ પણ ઘરફોડ ચોરીનાં ગુનામાં આરોપી હતા. બીજી તરફ, મૃતક સુજલ વાટુકિયા હાલ જ એક માસ અગાઉ ચેન સ્નેચિંગનાં ગુનામાં કતારગામ પોલીસનાં (Katargam Police) હાથે ઝડપાયો હતો. આરોપીઓની ધરપકડ કરી ચોકબજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Bhavnagar : સાવકી માતાની ક્રૂરતા! માસૂમનાં માથાનાં વાળ અને આંખના ભમર કાપ્યાં!

Tags :
Advertisement

.

×