ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : BNS કાયદા હેઠળ પ્રથમ બળાત્કાર કેસમાં આરોપીને આજીવન કેદની સજા

Surat કોર્ટે બળાત્કારના કેસમાં ઐતિહાસિક ચૂકાદો આપતા આરોપીને અંતિમ શ્વાર સુધી કેદનો ચૂકાદો આપ્યો છે, વાત એમ છે કે, 2024માં એક યુવકે પોતાના પડોશમાં રહેતી માત્ર પાંચ વર્ષની બાળકીને પોતાના હવસનો શિકાર બનાવી હતી.. આ અંગે પોલીસને જાણ થતાં આરોપીને જેલના સળીયા પાછળ પહોંચાડીને યુદ્ધના ધોરણે કામગીરી કરીને કોર્ટમાં તમામ પૂરાવાઓ રજૂ કર્યા હતા. પૂરાવાઓના આધારે કોર્ટે આજે આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદની સજા સંભળીને એક નવો જ ઉદાહરણ સેટ કર્યો છે
05:18 PM Oct 14, 2025 IST | Mujahid Tunvar
Surat કોર્ટે બળાત્કારના કેસમાં ઐતિહાસિક ચૂકાદો આપતા આરોપીને અંતિમ શ્વાર સુધી કેદનો ચૂકાદો આપ્યો છે, વાત એમ છે કે, 2024માં એક યુવકે પોતાના પડોશમાં રહેતી માત્ર પાંચ વર્ષની બાળકીને પોતાના હવસનો શિકાર બનાવી હતી.. આ અંગે પોલીસને જાણ થતાં આરોપીને જેલના સળીયા પાછળ પહોંચાડીને યુદ્ધના ધોરણે કામગીરી કરીને કોર્ટમાં તમામ પૂરાવાઓ રજૂ કર્યા હતા. પૂરાવાઓના આધારે કોર્ટે આજે આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદની સજા સંભળીને એક નવો જ ઉદાહરણ સેટ કર્યો છે

Surat : નવા ભારતીય ન્યાય સંહિતા (BNS) કાયદા અમલમાં આવ્યા પછીનો સુરતમાં પ્રથમ બળાત્કાર કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. 5 વર્ષની નિર્દોષ બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી સુરેશ ઉર્ફે સલમાન રામભાઉ ગોસ્વામીને દોષિત ઠેરવીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો બાળકો અને મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ સામે કાયદાની કડકતાનું પ્રતીક બન્યો છે, જે નવા કાયદાની અસરકારકતા દર્શાવે છે.

આ કેસની વિગતો અનુસાર 1 જુલાઈ 2024ના રોજ BNS કાયદો અમલમાં આવ્યો હતો અને માત્ર એક દિવસ પછી 2 જુલાઈના રોજ સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં આ ભયાનક ગુનાની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી સુરેશ ઉર્ફે સલમાન ગોસ્વામી (37), જે પડોશી હતો, તેણે 5 વર્ષની બાળકીને બિસ્કિટ ખરીદી આપવાની લાલચ આપીને તેને તેના ઘરે બોલાવી અને દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો- આ લોકો કોઇની દિવાળી બગાડશે! 78 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત

બાળકી ઘરે ન પહોંચતાં તેના પરિવારજનોએ તલાશી લીધી અને આરોપીના ઘરે પહોંચ્યા હતા. આરોપીએ દરવાજો નહીં ખોલતાં સ્થાનિકો અને પરિજનોએ ઘરનું દરવાજું તોડીને બાળકીને પરત મેળવી લીધી હતી. તે પછી તરત જ પોલીસને આની જાણકારી આપતા થોડી વારમાં પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી. આ દરમિયાન બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ધરપકડ કરી લીધી હતી અને યુદ્ધના ધોરણે આગળની કાર્યવાહી હાથ તપાસ હાથ ધરી હતી. માત્ર 16 દિવસમાં 240 પાનાંની વિગતવાર ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી, જેમાં 25 સાક્ષીઓના નિવેદનો, વીડિયો પંચનામા અને તબીબી પુરાવા સામેલ છે. આ ઝડપી કાર્યવાહીથી કોર્ટ પણ પ્રભાવિત થયું અને BNSની કલમ 65(2) હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે. વધુમાં POCSO કલમ હેઠળ 10,000 રૂપિયાનો દંડ અને વધારાના 2 વર્ષની કેદ પણ ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો- NSGના 41મા સ્થાપના દિવસે ગૃહમંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત,અયોધ્યામાં NSG ટ્રેનિંગ સેન્ટર ખોલવામાં આવશે

Tags :
#BNSLaw#GujaratBreaking#SuratRapeCase#SureshGoswamiGujaratFirstLifeimprisonmentPOCSO
Next Article