ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતાં ઉઠમણાંને લઇ CR પાટીલનું મોટું નિવેદન!

આ કાર્યક્રમમાં ટેક્સટાઇલ ઉદ્યોગનાં જાણીતા ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
06:23 PM Jan 19, 2025 IST | Vipul Sen
આ કાર્યક્રમમાં ટેક્સટાઇલ ઉદ્યોગનાં જાણીતા ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
CRpatil_Gujarat_first
  1. ટેક્સટાઇલ ઉદ્યોગને લઈ CR પાટીલનું મોટું નિવેદન
  2. ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતાં ઉઠમણાંને લઇ આપ્યું નિવેદન
  3. ઉધારમાં કોઈને કાપડનો માલ નહી આપો તેવું FOSTTA નક્કી કરે : CR પાટીલ

સુરતમાં (Surat) ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન (FOSTTA) દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારત સરકારમાં કેન્દ્રીય જળશક્તિમંત્રી CR પાટીલ (CR Patil) પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, તેમણે ટેક્સટાઇલ ઉદ્યોગને લઇ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ઉધારમાં કોઈને કાપડનો માલ નહી આપો તેવું ફોસ્ટા નક્કી કરે.

આ પણ વાંચો - Valsad : ઘર આંગણે રમતી હતી 3 વર્ષની માસૂમ, શ્વાને આવી અચાનક કર્યું એવું કે..!

ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતા ઉઠમણાંને લઇને મોટું નિવેદન

સુરતમાં (Surat) ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન (FOSTTA) દ્વારા આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિમંત્રી CR પાટીલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ટેક્સટાઇલ ઉદ્યોગનાં જાણીતા ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, કેન્દ્રીય જળશક્તિમંત્રી CR પાટીલે ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતા ઉઠમણાંને લઇને મોટું નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો - Ahmedabad : બાપુનગરમાં સભા બાદ શહેરનાં જાણીતા ડોક્ટર્સ સાથે કેન્દ્રીયમંત્રી જે.પી.નડ્ડાની મુલાકાત

ઉધારમાં કોઈને કાપડનો માલ નહિ આપવો : CR પાટીલ

માહિતી અનુસાર, કેન્દ્રીય જળશક્તિમંત્રી CR પાટીલે સલાહ આપતા કહ્યું કે, ફેડરેશન ઓફ ટેક્સટાઇલ એઓસિયેશન એ નક્કી કરે કે ઉધારમાં કોઈને કાપડનો માલ નહિ આપવો. જે વેપારીઓને કાપડની જરૂર હોય છે તે લેશે જ અને તેનાં માટે રૂપિયામાં રોકડ ચૂકવણી પણ કરશે. કેન્દ્રીયમંત્રીએ વેપારીઓને કરતા કહ્યું કે, રોકડામાં કાપડનો માલ આપો. પછી જુઓ ટેક્સટાઇલ ઉદ્યોગને (Textile Industry) ચાર ચાંદ લાગશે. આમ, ઉઠમણાં અને છેતરપિંડી ઓછી થશે અને ટેક્ટાઈલ ઉદ્યોગને વધુ વેગ મળશે અને સેક્ટર બહુ જ આગળ વધશે.

આ પણ વાંચો - CM Bhupendra Patel નો મહત્ત્વનો નિર્ણય! કાલુપુર, સાળંગપુર રેલવે ઓવરબ્રિજ, રાધનપુર બ્રિજ માટે રૂ.272.75 કરોડ મંજૂર

Tags :
Breaking News In GujaratiCR PatilFederation of Trade and Textile AssociationsFOSTTAGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiSuratTextile GoodsTextile industryUnion Minister of Water Resources
Next Article