સુરતના સિટીલાઈટમાં થયેલા અગ્નિકાંડ મુદ્દે કોર્ટે રિમાન્ડ કર્યા મંજૂર
- સુરત સિટીલાઈટના મામલામાં આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા
- નામદાર કોર્ટે આરોપીઓના 2 બે દિવસ માટે રિમાન્ડ મંજૂર કર્યા
- આરોપીઓ માટે પોલીસે 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા
Surat Crime News : આજરોજ સુરતના સિટીલાઈટ મોલમાં લાગેલી આગના મામલે નામદાર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે નામદાર કોર્ટે 3 આરોપીઓના બે દિવસ માટે રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઘટનામાં પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરીને કોર્ટમાં હાજર કર્યા હતાં. તેની સાથે પોલીસે આ 3 આરોપી માટે કોર્ટમાં રિમાન્ડની માગ કરી હતી. ત્યારે આરોપીઓના નામદાર કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે.
નામદાર કોર્ટે આરોપીઓના 2 બે દિવસ માટે રિમાન્ડ મંજૂર કર્યા
મળતી માહિતી મુજબ, નામદાર કોર્ટમાં સુનાવણી દરમિયાન શહેનવાજ હારુન નિઝામ મિસ્ત્રી, દિલસાદ ઉર્ફે અરમાન સલીમ ખાન અને ત્રીજો અબ્દુલ વસીમ અબ્દુલ રાઉફ ચૌહાણના રિમાન્ડ મંજુર થયા છે. જોકે તેમાંથી બે વ્યક્તિઓ સ્પાના સંચાલક હતા, જ્યારે અન્ય એક વ્યક્તિ સ્પાનો માલિક હતો. આ ઘટનામાં બે સ્પામાં કામ કરતી માહિલાનું મોત થયું હતું. ત્યારે પોલીસે તપાસ હાથ ધરીને આ આરોપીઓને પકડી પાડ્યા હતા. જે બાદ આજરોજ તેમના વિરુદ્ધ નામદાર કોર્ટમાં સુનાવણી થઈ હતી.
આ પણ વાંચો : અદ્યતન સુવિધાઓથી અમદાવાદમાં રુ. 110 કરોડના ખર્ચે City Square ઊભું કરાશે
આરોપીઓ માટે પોલીસે 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા
ત્યારે પોલીસે આ 3 આરોપીઓ માટે 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ નામદાર કોર્ટે આરોપીઓ માટે પોલીસને માત્ર 2 દિવસ માટે રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે, બે દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછ સાથે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને આગળ કાર્યવાહી કરશે. જેમાં ગુનાવાળી જગ્યા પર સ્ટ્રકચરમાં ફર્નિચર, ઈલેક્ટ્રીકલ, પીઓપી, વાયરીંગ, કલરકામ ક્યારે અને કોની પાસે કરાવવામાં આવ્યું આ બધી બાબતો વિશે તપાસ કરવામાં આવશે. તે ઉપરાંત માલિકો-કબજેદારો, સુરત મનપા, ટોરેન્ટો પાવર અને ફાયરના કર્મચારી તેમની સાથે સાંઢગાંઢ છે કે નહીં, તે અંગે તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો : રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી મામલે હાઈકોર્ટે અરજદારની અરજી ફગાવી