ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : બે દિવસ ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 7 લાખ પડાવ્યા, ભેજાબાજ UP નાં મથુરામાંથી ઝડપાયો

બાતમીનાં આધારે સુરત સાઇબર ક્રાઈમ શેલ દ્વારા ઉત્તર પ્રદેશનાં મથુરાથી આરોપી સંતોષ સિંહની ધરપકડ કરવામાં આવી છે.
08:43 PM Jul 18, 2025 IST | Vipul Sen
બાતમીનાં આધારે સુરત સાઇબર ક્રાઈમ શેલ દ્વારા ઉત્તર પ્રદેશનાં મથુરાથી આરોપી સંતોષ સિંહની ધરપકડ કરવામાં આવી છે.
Surat_Gujarat_first main
  1. સુરતમાં ડિજિટલ એરેસ્ટ કેસમાં એક આરોપીની ધરપકડ (Surat)
  2. આરોપીએ બે દિવસ સુધી ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કર્યો
  3. ડિજિટલ એરેસ્ટ કરી ફરિયાદી પાસે રૂપિયા 7 લાખ પડાવ્યા
  4. મુંબઇ પોલીસ તરીકેની ઓળખ આપી ફરિયાદીને ધમકાવ્યો
  5. ફરિયાદીને નરેશ ગોયલ કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી

Surat : સુરતમાં ડિજિટલ એરેસ્ટ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ મુંબઈ પોલીસ (Mumbai Police) તરીકેની ઓળખ આપીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બે દિવસ સુધી ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ (Digital Arrest) કરી રૂ. 7 લાખ પડાવ્યા હોવાનો આરોપ છે. આ મામલે સુરત સાઇબર ક્રાઇમ શેલ (Surat Cyber Crime Shell) દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો - Bhavnagar : જેસર પંથકમાં ખેડૂતે ખાતર ખરીદ્યું, પરંતુ ઘરે આવીને થેલીમાં જોતા ચોંકી ઉઠ્યા!

આરોપીએ બે દિવસ સુધી ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, ડિજિટલ એરેસ્ટ કેસમાં (Digital Arrest) બાતમીનાં આધારે સુરત સાઇબર ક્રાઈમ શેલ દ્વારા ઉત્તર પ્રદેશનાં (Uttar Pradesh) મથુરાથી આરોપી સંતોષ સિંહની ધરપકડ કરવામાં આવી છે. સંતોષ સિંહ વિરુદ્ધ આરોપ છે કે તેણે ફરિયાદીને મુંબઈ પોલીસ તરીકેની ઓળખ આપીને બે દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. આરોપીએ ફરિયાદીને નરેશ ગોયલ કેસમાં (Naresh Goyal Case) ફસાવવાની ધમકી પણ આપી હતી અને રૂ. 7 લાખ પડાવ્યા હતા. ફરિયાદીનાં જણાવ્યા મુજબ, આરોપીએ કહ્યું હતું કે, નરેશ ગોયલ કેસમાં તમારા સીમકાર્ડ દ્વારા ટ્રાન્ઝેકશન થયા છે. આથી, તમારા પર મની લોન્ડરિંગનો થશે.

આ પણ વાંચો - Rajkot LokMela : ચકડોળે ચડેલા લોકમેળાને લઈ મોટા સમાચાર, રાઇડ્સ સંચાલકોને મોટી રાહત!

સુરત સાઇબર ક્રાઇમ શેલે બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા

આરોપીએ ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવીને કુલ 7 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે ફરિયાદ બાદ સુરત સાઇબર ક્રાઇમ શેલ (Surat Cyber Crime Shell) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. યુપીથી સંતોષ સિંહની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરાઈ હતી, જેમાં આરોપીએ પોતાનું બેંક ખાતું મિત્રો સાથે મળી સાઇબર ફ્રોડ ગેંગને ભાડા પર આપ્યું હોવાનું જણાવ્યું હતું, આ બેંક એકાઉન્ટમાં છેતરપિંડીનાં 4 લાખ જેટલા નાણા જમા થયા હતા, સાઇબર ક્રાઈમ શેલ દ્વારા નૈમેશ ચૌધરી અને પુષ્પેન્દ્ર ભોલાને વોન્ટેડ જાહેર કરાયા છે. આ મામલે સુરત સાઇબર ક્રાઇમ શેલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Sabar Dairy : પશુપાલકોના વિરોધ વચ્ચે નિયામક મંડળની બેઠક, સાંસદ, ઈડર MLA, મહામંત્રી, આગેવાનો સાથે ચર્ચા

Tags :
Cyber ​​Crime NewsDigital Arrestgujaratfirst newsMathuraMumbai PoliceNaresh Goyal CaseSuratSurat Cyber Crime ShellTop Gujarati NewsUttar Pradesh
Next Article