Surat: અગ્નિકાંડ બાદ પણ બેદરકારી દાખવનાર શાળાઓ સામે જિલ્લા શિક્ષણાધિકારીની કડક કાર્યવાહી
- સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી
- 68 શાળાઓને 10-10 હજારનો દંડ ફટકાર્યો
- શહેરની 24 અને ગ્રામ્યની 44 શાળાઓને દંડ ફટકાર્યો
- NOC લેવામાં નહીં આવે તો સ્કૂલની માન્યતા રદ થશે
રાજ્યમાં બનતી આગની ઘટનાઓમાં કેટલાય નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સુરતમાં હજુ પણ સ્કૂલ સંચાલકો કોઈ મોટી દુર્ઘટના બનવાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શહેરની 68 શાળાઓ સામે નિયમનો ભંગ કરવા બદલ કાર્યવાહી હાથ ધરી તમામ સ્કૂલોનો નોટીસ ફટકારી છે.
શહેરની 68 શાળાઓને દંડ ફટકાર્યો
સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નિયમનો ભંગ કરનાર શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં ફાયર એનઓસીનાં ભંગ બદલ સ્કૂલો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શહેરની 68 શાળાઓને 10-10 હજારનો દંડ ફટકાર્યો છે.
અગ્નિકાંડની ઘટના બાદ પણ શાળાઓની બેદરકારી
તક્ષશિલા અગ્નિકાંડ અને રાજકોટની ઘટના બાદ પણ શાળાઓની બેદરકારી યથાવત છે. શહેરની 24 અને ગ્રામ્યની 44 શાળાઓએ ફાયર એનઓસી નિયમોનું પાલન ન કરતા શિક્ષણ વિભાગે દંડ ફટકાર્યો હતો. શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા ફાયર એનઓસી માટે સૂચન નહી તો સ્કૂલ માન્યતા રદ્દ સુધીની કાર્યવાહી થશે. તેમજ વેકેશનમાં DEO દ્વારા કાર્યવાહી કરી જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન થાય.
આ પણ વાંચોઃ Gandhinagar: તોલમાપ તંત્રના રાજ્યવ્યાપી દરોડા, અનેક વેપારીઓની ગેરરીતિ સામે આવી
સૂચનાનું પાલન નહી કરે તો માન્યતા રદ્દ : જિલ્લા શિક્ષણાધિકારી, સુરત
સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે, કેટલીક શાળાઓ પૈકી ટોટલ 68 જેટલી શાળાઓને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે નોટીસ આપવામાં આવી છે. આ 68 શાળાઓ પૈકી સુરત મહાનગર પાલિકા વિસ્તારની 23 જેટલી શાળાઓ જે છે તેને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે. જો આ શાળા હવે પણ ફાયર એનઓસીની કાર્યવાહી નહી કરે તો. આ શાળાની ટૂંક સમયમાં તપાસ કમિટી બનાવી શાળાની માન્યતા રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. જેથી બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી આ શાળાઓ તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થીઓની સેફ્ટીને ધ્યાનમાં રાખી ફાયર સેફ્ટીની સુવિધા તાત્કાલીક ધોરણે ઉપલબ્ધ થાય તે માટે થઈ શાળાઓને નોટીસ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ Surat: સચિન પોલીસ સ્ટેશનની સામે બન્યો લૂંટનો નિષ્ફળ પ્રયાસ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ