Surat Heavy Rain: સમગ્ર સુરત જિલ્લામાં જળબંબાકારની સ્થિતી, પલસાણામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ
સુરત જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે કે પછી કાળ બનીને વરસ્યા છે, તે સવાલ હાલ દરેકના મુખે છે. આકાશમાંથી અનરાધાર પાણી વરસી પડતા જિલ્લાના ખૂણે-ખૂણે પાણી ભરાઈ ગયા છે અને કેટલાક વિસ્તારોમાં તો રેકોર્ડબ્રેક આંકડા નોંધાયા છે.
Advertisement
Surat Heavy Rain: સુરત (Surat) જિલ્લામાં મેઘરાજાએ અવિરત અને મન મૂકીને વરસવાનું શરૂ કરતાં સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ (Heavy Downpour) પડવાને કારણે ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ છેલ્લા કેટલાક કલાકોમાં પડેલા મૂશળધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

