ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat: બોગસ ડોક્ટર કેસના આરોપી રશેષનું કોંગ્રેસ કનેક્શન...

સુરતના બોગસ ડોક્ટર કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ કૌભાંડમાં ઝડપાયેલ રશેષ ગુજરાતી કોંગ્રેસનો નેતા રશેષ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનો પુરાવા આવ્યા સામે રશેષ ગુજરાતીની નિમણૂક 2019માં થઈ હતી કોંગ્રેસે સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે નિમણૂક કરી હેમાંગ વસાવડાએ રશેષ ગુજરાતીને...
11:34 AM Dec 06, 2024 IST | Vipul Pandya
સુરતના બોગસ ડોક્ટર કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ કૌભાંડમાં ઝડપાયેલ રશેષ ગુજરાતી કોંગ્રેસનો નેતા રશેષ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનો પુરાવા આવ્યા સામે રશેષ ગુજરાતીની નિમણૂક 2019માં થઈ હતી કોંગ્રેસે સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે નિમણૂક કરી હેમાંગ વસાવડાએ રશેષ ગુજરાતીને...
Rashesh Gujarati

Surat Fake Doctor Scam : સુરતમાં પાંડેસરા વિસ્તારના શ્રમ વિસ્તારમાં માત્ર 75 હજારમાં ડોક્ટરની બોગસ ડિગ્રી બનાવી દવાખાનુ ચલાવવાના બોગસ ડોક્ટરોના મસમોટા કૌંભાડ (Surat Fake Doctor Scam ) નો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત પોલીસે અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડીને 10 બોગસ ડોક્ટર પકડી પાડ્યા છે. આ રેકેટનો મુખ્ય સૂત્રધાર રશેષ ગુજરાતીએ બીઇએમએસની બોગસ ડિગ્રી વેચી હતી. હવે ચોંકાવનારો ખુલાસો થયો છે કે 2019માં રશેષ ગુજરાતીની કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે નિમણુંક કરાઇ હતી. રશેષ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે.

અત્યાર સુધી 1 હજારથી વધારે લોકોને બોગસ ડિગ્રી આપી

ઉલ્લેખનિય છે કે રશેષ 2002માં સુરતના ગોપીપુરા વિસ્તારમાં ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. તે બીઇએમએસ ડિગ્રી, માર્કશીટ, રજીસ્ટ્રેશન, સર્ટિફિકેટ માત્ર 75 હજારમાં આપતો હતો અને આ બોગસ ડિગ્રી લેનારાઓને કહેતો કે તમે ક્લિનીક ખોલી શકો છો અને એલોપેથી, આયુર્વેદીક અને હોમિયોપેથીની દવા આપી શકશો. તેણે અત્યાર સુધી 1 હજારથી વધારે લોકોને બોગસ ડિગ્રી આપી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો હતો.

આ પણ વાંચો---Deepika Suicide Case: ચિરાગને પુછ્યા વગર ક્યાંય પણ ના જવાનો આદેશ..

રશેષ ગુજરાતી કોંગ્રેસનો નેતા

દરમિયાન, બોગસ મુન્નાભાઈ MBBS બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલ રશેષ ગુજરાતી કોંગ્રેસના નેતા હોવાનું સામે આવ્યું છે. 2019માં કોંગ્રેસ દ્વારા રશેષ ગુજરાતીની સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે નિયુક્તી કરાઈ હતી. ગુજરાત ડોક્ટર સેલના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા રશેષ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું. રશેષ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનો પુરાવો સામે આવ્યો

બોગસ ડિગ્રી આપનાર 3 સુત્રધાર અને 10 બોગસ તબીબો સહિત 13 જણાની ધરપકડ

આ મામલે પાંડેસરા પોલીસે બોગસ ડિગ્રી આપનાર 3 સુત્રધાર અને 10 બોગસ તબીબો સહિત 13 જણાની ધરપકડ કરી છે અને દવાઓ તથા બોગસ સર્ટિફીકેટો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુખ્ય આરોપી તરીકે ડૉ. રસેશ ગુજરાતીની Surat Police દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત અમદાવાદના ડૉ. બીકે રાવતની પણ ધરપકડ કરવામાં આવી છે. જે બોર્ડ ઓફ હોમિયોપથીનો ડિરેક્ટર છે. ત્યારે આ તમામ પાસે 1500 જેટલી બોગસ Degreeના ડેટા મળી આવ્યા છે. આ નકલી Doctors BEHM.COM વેબ પોર્ટલ બતાવી રજીસ્ટ્રેશન કરતા હતા.

આ કૌભાડ આશરે 8.50 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું

જોકે આ બંને શખ્સો દ્વારા બે ગુંડાઓ પણ રાખવામાં આવ્યા હતા. તેઓ લોકોને ધાકધમકી આપીને નાણાની ઉઘરાણી કરતા હતા. અમદાવાદના બીકે રાવતે 1200 Degree આપી હોવાનું સ્વીકાર્યું છે. આ આખું કૌંભાડ આશરે 8.50 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો---Suratની ડાયમંડ કંપની ચાર મહિના બંધ રાખવાની જાહેરાતથી ખળભળાટ

Tags :
Chairman of Surat Doctor CellCongress LeaderCongress Surat Doctor Celldoctor's bogus degreeGujaratGujarat FirstpoliceRashesh GujaratiSuratSurat bogus doctor caseSurat fake doctor scamSurat fake doctor scam accused Rashesh Gujarati
Next Article