ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : ડીંડોલીમાં યુવક પર કાતર વડે જીવલેણ હુમલો; જૂઓ ખતરનાક વીડિયો

Surat : સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની જ્યાં એક યુવક પર અચાનક કાતર વડે 7થી 8 વખત જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ સમગ્ર ઘટના પાનના ગલ્લા પર લાગેલા CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ છે, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક વ્યક્તિ ઉપરાછાપરી રીતે પીડિત યુવકની પાછળ આવે છે અને હાથમાં રાખેલી કાતરથી એક પછી એક ઝડપી વાર કરે છે. યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી જાય છે, જ્યારે હુમલાખોર ઘટનાસ્થળેથી નાસી છૂટે છે.
03:57 PM Dec 09, 2025 IST | Mujahid Tunvar

Surat : સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની જ્યાં એક યુવક પર અચાનક કાતર વડે 7થી 8 વખત જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના પાનના ગલ્લા પર લાગેલા CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ છે, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક વ્યક્તિ ઉપરાછાપરી રીતે પીડિત યુવકની પાછળ આવે છે અને હાથમાં રાખેલી કાતરથી એક પછી એક ઝડપી વાર કરે છે. આ દરમિયાન બીજો યુવક પણ પોતાના બચાવમાં સામે ઘા કરી રહ્યો છે. સીસીટીવીમાં બંને યુવકો વચ્ચે છૂટા હાથની મારામારી કેદ થઈ ગઈ છે. જોકે, એક યુવકના હાથમાં કાતર હોવાના કારણે એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની માહિતી સામે આવી રહી છે.

સ્થાનિક લોકો અને પોલીસ સૂત્રો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોરનું નામ પ્રશાંત છે. હુમલાનું કારણ હજુ સુધી અજ્ઞાત છે, પરંતુ જૂની અદાવત કે વ્યક્તિગત ઝઘડો હોવાની શક્યતા નકારી શકાય નહીં.

વાયરલ થયેલા CCTV ફૂટેજના આધારે ડીંડોલી પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુનો નોંધીને આરોપી પ્રશાંતની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસે જણાવ્યું કે, “ફૂટેજની મદદથી આરોપીની ઓળખ થઈ ગઈ છે અને તેને ટૂંક સમયમાં ઝબ્બે લેવામાં આવશે.”

આ ઘટનાએ ડીંડોલી તેમજ આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જ્યો છે. લોકોમાં રોષ છે કે રાત્રે પણ સુરક્ષાનો અભાવ કેમ? સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગ વધારવા અને CCTVની સંખ્યા વધારવાની માગ કરી છે. હાલ પીડિત યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાની કથિત માહિતી પણ સામે આવી રહી છે.

આ પણ વાંચો- Junagadh: જીવનો ખતરો છતા વોચમેને ન માની હાર, બુકાનીધારીઓએ દીવાલ કૂદીને ભાગવું પડ્યું

Tags :
#DindoliAttack#PrashantattackCCTVViralCrimeNewsdindoliGujaratCrimeSuratCrimeSuratNewsSuratpoliceViralVideo
Next Article