Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: ડીંડોલી વિસ્તારમાં થયેલી હત્યા મામલો, આરોપીઓને પકડી તપાસ શરૂ કરી

સુરતનાં ડીંડોલી વિસ્તારમાં થયેલી હત્યા મામલે પોલીસ દ્વારા હત્યારા પિતા-પુત્રની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.
surat  ડીંડોલી વિસ્તારમાં થયેલી હત્યા મામલો  આરોપીઓને પકડી તપાસ શરૂ કરી
Advertisement
  • સુરતના ડીંડોલી વિસ્તારમાં થયેલી હત્યાનો મામલો
  • ડીંડોલી પોલીસ દ્વારા હત્યારા પિતા પુત્રની ધરપકડ
  • આરોપી કુંદન ચૌધરી અગાઉ ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે

"કુંદન સારો વ્યક્તિ નથી, તેની જોડે ક્યાંય પણ ફરવા જવાનું નથી તેવું કહેતા આરોપી અને તેના પિતાએ સુરતના ડીંડોલી વિસ્તારમાં યુવકની હત્યા કરી નાખી હતી.શનિવાર ના રોજ બનેલી હત્યાની આ ઘટનામાં ડીંડોલી પોલીસે હત્યારા બંને પિતા પુત્રની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. મૃતક બચ્ચન મૌર્યનો પુત્ર અભિષેક આરોપી કુંદન જોડે ફરવા માટે જતો હતો.જે અંગે અભિષેકને પિતા બચ્ચન મૌર્ય ટકોર કરી હતી.જ્યાં રોષે ભરાયેલા કુંદન અને તેના પિતાએ ઘરે જઈ ઝઘડો કરતા તીક્ષ્ણ ચપ્પુના ઘા ઝીંકી બચ્ચન મૌર્યનો મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.જે ઘટનામાં વધુ તપાસ ડીંડોલી પોલીસે હાથ ધરી છે.

નજીવી બાબતે ઠપકો આપતા હત્યા કરી

ડાયમંડ સિટી સુરતમાં હત્યાની જેવી ઘટનાઓ હવે દિવસે ને દિવસે સામાન્ય બનતી જઈ રહી છે.જ્યાં માત્ર નજીવી બાબતે હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવે છે.આવી જ એક ઘટના શનિવારે સુરતના ડીંડોલી વિસ્તારમાં બની.જ્યાં માત્ર નજીવી બાબતે પુત્રને ઠપકો આપી અન્ય યુવક જોડે ન ફરવા માટે ટકોર લેવા ગયેલા પિતાની પુત્રના મિત્રએ જ હત્યા કરી નાખી હતી.

Advertisement

Advertisement

અભિષેકના પિતા વારંવાર તેના મિત્ર જોડે ફરવા ન જવા ટકોર કરતા

બનાવ કંઈક એમ છે કે સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા અંબિકા નગર સોસાયટીમાં બચ્ચન મૌર્ય પોતાના સહ પરિવાર જોડે રહે છે. બચ્ચન મૌર્ય ને સંતાનમાં બે દીકરા છે.જે પૈકી નાનો દીકરો અભિષેક મૌર્યની નજીકમાં આવેલ સોસાયટીમાં રહેતા કુંદન ચૌધરી જોડે મિત્રતા હતી.જેથી અભિષેક વારંવાર કુંદન જોડે હરવા ફરવા માટે જતો હતો.જે બાબત અભિષેકના પિતા બચ્ચન મૌર્ય ને પસંદ ન હોતી.જેથી આ બાબતે અભિષેકને વારંવાર તેઓ દ્વારા ટકોર કરી ઠપકો આપવામાં આવતો હતો.

તીક્ષ્ણ ચપ્પુ વડે મિત્રના પિતા પર હુમલો કર્યો

બચ્ચન મૌર્ય દ્વારા પોતાના પુત્ર અભિષેકને ઠપકો આપતા જણાવવામાં આવ્યું હતું કે,કુંદન સારો વ્યક્તિ નથી.જેથી તેની જોડે ક્યાંય પણ ફરવા જવાનું નથી.જે બાબત અભિષેક દ્વારા પોતાના મિત્ર કુંદન ને કહી હતી.જેથી રોષે ભરાયેલા કુંદન અને તેના પિતા શનિવાર ના રોજ મોડી સાંજે બચ્ચન મૌર્યના ત્યાં પોતાના અન્ય મિત્રો જોડે ઘસી આવ્યા હતા.જ્યાં બચ્ચન મૌર્ય જોડે બોલચાલ કરી પોતાની પાસે રહેલ તીક્ષ્ણ ચપ્પુ વડે કુંદન ચૌધરી એ બચ્ચન મૌર્ય પર હુમલો કરી ફરાર થઈ ગયો હતો.જ્યાં તેના પિતા સહિત અન્ય મિત્રો પણ ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

પોલીસ ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા

હુમલાની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ બચ્ચન મૌર્ય ને નજીકની ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ગંભીર ઇજાઓના કારણે બચ્ચન મૌર્ય ને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.હુમલાની ઘટનામાં મોતને ભેટેલા બચ્ચન મૌર્ય ના પરિવારજનો ની ફરિયાદના પગલે ડીંડોલી પોલીસે હત્યાનો ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.જ્યાં ડીંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પિતા - પુત્ર સુનિલ ચૌધરી અને કુંદન ચૌધરી ને ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરી દીધા હતા.

આરોપી સામે અનેક ગુન્હા નોંધાયેલા છે

ડીંડોલી પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે,આરોપી કુંદન ચૌધરી અગાઉ પણ ગંભીર પ્રકારના મારામારી ન ગુન્હામાં પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો છે.જ્યાં હાલ હત્યાના ગુન્હામાં આરોપી કુંદન અને તેના પિતા સુનિલ ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ ડીંડોલી પોલીસે હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ Gondal:પાટીદાર યુવકના આપઘાત મામલો, અનિરૂદ્ધસિંહ જાડેજાએ કર્યો મોટો ખુલાસો

સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં હત્યા

મહત્વનું છે કે માત્ર આરોપી જોડે ફરવા ન જવા માટે પિતાએ નાના પુત્રને ટકોર કરી ઠપકો આપ્યો હતો.જેથી પુત્રએ આરોપીને આ વાત કહેતા તે રોષે ભરાયો હતો અને વાત હત્યા સુધી પોહચી હતી.જેમાં નિર્દોષ બચ્ચન મૌર્ય ની હત્યા કરી દેવામાં આવી હતી.જો કે ડીંડોલી વિસ્તારમાં માત્ર સામાન્ય બાબતે થયેલી આ હત્યાની ઘટનાને લઈ ભારે ચકચાર પણ મચી જવા પામી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: SG હાઇવે પર MD ડ્રગ્સ સાથે LCBની ટીમે એક શખ્સને ઝડપ્યો, તપાસમાં થયા અનેક ખુલાસા

Tags :
Advertisement

.

×