Surat: પોલીસને રાધિકાના મોબાઈલમાંથી મળી આવી વોટ્સએપ ચેટ, શું થયા ખુલાસો..!
Surat Woman Doctor Suicide: મહિલા ડોક્ટર રાધિકા કોટડિયાએ નવમા માળેથી આપઘાત કરી લીધા બાદ ખળભળાટ મચ્યો છે. પોલીસે વિવિધ એંગલથી તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસે જપ્ત કરેલા યુવતીના મોબાઈલમાંથી ફિયાન્સ સાથેની ચેટ મળી આવી છે. જેમાં નાના મોટા ઝઘડાની વાતચીતનો ઉલ્લેખ હોવાનું જણાવ્યું છે. સાથે જ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ઝેરના શંકાસ્પદ અંશો મળતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
- Surat ના સરથાણામાં મહિલા ડોક્ટર આપઘાત મામલે ખુલાસો
- પોલીસને રાધિકાના મોબાઈલમાંથી મળી વોટ્સએપ ચેટ
- ફિયાન્સ સાથેના અણબનાવમાં પગલું ભર્યું હોવાની અનુમાન
- PM દરમ્યાન મૃતક રાધિકાના શરીરમાંથી ઝેર જેવા શંકાસ્પદ અંશો મળ્યા
Surat Woman Doctor Suicide:સુરતના સરથાણામાં 27 વર્ષિય મહિલા ડોક્ટર રાધિકા કોટડિયા(Radhika Kotadiya)ના આપઘાત(Suicide) મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસને રાધિકાના મોબાઈલમાંથી ફિયાન્સ સાથેની વોટ્સએપ ચેટ(WhatsApp Chat) છે. ચેટ મળી છે. જેથી ફિયાન્સ સાથેના અણબનાવમાં પગલું ભર્યું હોવાની અનુમાન પોલીસ લગાવી રહી છે. બીજી તરફ પોસ્ટમોર્ટમાં રિપોર્ટમાં ઝેરના શંકાસ્પદ અંશો મળ્યા છે. જેથી પોલીસ માટે આ કેસ પેચીદો બન્યો છે.

