ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat માંથી મોટું જુગારધામ ઝડપાયું, રાંદેર પોલીસના દરોડામાં 70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Surat ના રાંદેર વિસ્તારમાં પતરાના શેડમાં ચાલતા મસમોટા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે 13 જુગારીઓની અટકાયત કરી છે, જેઓ લેબર-કન્સ્ટ્રક્શન ધંધા સાથે સંકળાયેલા છે. સ્થળ પરથી રોકડા રુ. 10 લાખ, 5 ફોર વ્હીલ સહિત કુલ રુ. 70. 13 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, અને રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
05:12 PM Dec 13, 2025 IST | Mahesh OD
Surat ના રાંદેર વિસ્તારમાં પતરાના શેડમાં ચાલતા મસમોટા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે 13 જુગારીઓની અટકાયત કરી છે, જેઓ લેબર-કન્સ્ટ્રક્શન ધંધા સાથે સંકળાયેલા છે. સ્થળ પરથી રોકડા રુ. 10 લાખ, 5 ફોર વ્હીલ સહિત કુલ રુ. 70. 13 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, અને રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
SURAT

Surat:સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા રાંદેર પોલીસે પતરાના શેડમાં ચાલતા એક મસમોટા જુગારધામ પર દરોડો પાડ્યો છે. આ દરોડામાં પોલીસે મોટી માત્રામાં રોકડ રકમ અને વાહનો સહિત કુલ રુ. 70.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 13 જુગારીઓ(Gamblers) ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 પતરાના શેડમાં ચાલતું હતું રેકેટ

પ્રાપ્ત માહિતી અનુસાર રાંદેર વિસ્તાર (Rander area) માં આવેલા એક પતરાના શેડમાં મોટા પાયે જુગારની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે રાંદેર પોલીસની ટીમે આ જુગારધામ પર અચાનક દરોડો પાડ્યો હતો. પોલીસના આ આકસ્મિક પગલાથી જુગારિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું.

13 જેટલા જુગારીઓની અટકાયત

પોલીસના હાથે સ્થળ પરથી કુલ 13 જેટલા જુગારિયાઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલા આ તમામ આરોપીઓ લેબર અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ વ્યવસાય સાથે જોડાયેલા હોવા છતાં, તેઓ ગેરકાયદેસર રીતે જુગાર રમી મોટી રકમની હાર-જીત કરતા હતા.

રોકડ રકમ સહિત રુ. 70.13 લાખનો મુદ્દામાલ જપ્ત

Surat ની રાંદેર પોલીસે આ દરોડા દરમિયાન સ્થળ પરથી કુલ રુ. 70,13,000 (સિત્તેર લાખ તેર હજાર રૂપિયા)નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં રોકડ રકમ રુ. 10 લાખ, વાહનો, મોબાઈલ ફોન સહતિની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. રાંદેર પોલીસે તમામ 13 આરોપીઓની અટકાયત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે આ જુગારધામના મુખ્ય સૂત્રધાર કોણ હતા, ક્યારથી આ રેકેટ ચાલતું હતું અને તેમાં અન્ય કોઈ મોટી વ્યક્તિઓ સંડોવાયેલી છે કે કેમ, તે દિશામાં ઊંડી તપાસ કરી રહી છે. સુરત પોલીસની આ સફળ કામગીરીને કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચોઃ Rajkot: કોટડાસાંગાણીના સાંઢવાયામાં 70થી વધુ ગાયોના મોત મામલે ઉઠ્યા સવાલ

Tags :
Cash SeizedGujarat Gambling NewsGujaratFirstIllegal Gambling RingLabour Contractor GamblingMassive Gambling OperationRander Gambling Densurat crime newsSurat Police actionSurat Police Raid₹70 Lakh Seized
Next Article