Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : સચિન GIDC માં ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ, 50 વર્ષીય મહિલાનું મોત, CCTV આવ્યા સામે

મહિલા દુકાન પાસેથી પસાર થતી વેળાએ ગેસ સિલિન્ડરમાં જબરદસ્ત બ્લાસ્ટ થયો હતો.
surat   સચિન gidc માં ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ  50 વર્ષીય મહિલાનું મોત  cctv આવ્યા સામે
Advertisement
  1. Surat નાં સચિન GIDC માં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ગોઝારી ઘટના
  2. 50 વર્ષીય મહિલાનું મોત, સચિન GIDC પોલીસે તપાસ હાથ ધરી
  3. ગેરકાયદે ગેસ રીફિલિંગ જવાબદાર હોવાની પ્રાથમિક માહિતી

સુરતનાં (Surat) સચિન GIDC વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની (Gas Cylinder Blast) ગોઝારી ઘટના બની છે. ગભેણી ગામનાં રામેશ્વરમ સોસાયટીમાં ગેસ સિલિન્ડરમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં 50 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બ્લાસ્ટ એટલો જબરદસ્ત હતો કે મહિલાનું માથું ધડથી અલગ થયું હતું. આ ઘટનાની જાણ થતાં સચિન GIDC પોલીસ અને ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી અને કામગીરી હાથ ધરી છે.

આ પણ વાંચો - Nursing Exam Scam : ચેટ વાઇરલ થયા બાદ વનરાજસિંહ ચૌહાણે બનાવ્યો Video, જાણો શું કહ્યું?

Advertisement

Advertisement

ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં 50 વર્ષીય પરપ્રાંતિય મહિલાનું મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) સચિન GIDC વિસ્તારમાં ગભેણી ગામનાં રામેશ્વરમ સોસાયટીમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં 50 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ગોઝારી ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે હચમચાવી દે એવા છે. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેની ચપેટમાં આવી જતાં મહિલાનું માથું ધડથી અલગ થયું હતું. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક મહિલાની ઓળખ 50 વર્ષીય ભૂરી યાદવ તરીકે થઈ છે. ભૂરી યાદવ મૂળ બિહારનાં (Bihar) ચિત્રકૂટનાં શિવરામપુરનાં વતની હતા અને સુરતમાં સચિન GIDC રામેશ્વરમ સોસાયટીમાં રહી ઘરકામ કરતા હતા.

આ પણ વાંચો - ગુજરાત બજેટને આખરી ઓપ આપવાની તૈયારી, રવિવારે અત્યંત મહત્વની બેઠક

માતા ઘરકામ કરતા, દીકરી મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે

પોલીસ તપાસ અનુસાર, ભૂરી યાદવ દીકરી હંસુ યાદવ સાથે રહેતા હતા. દીકરી કંપનીમાં મજૂરી કામ કરે છે. સવારે અંદાજે 11.30 કલાકે દીકરી હંસુ યાદવ ઘરે જમવા બેઠી હતી ત્યારે માતા ભૂરી યાદવ નજીકની દુકાને ચા લેવા માટે ગયા હતા. દુકાન પાસેથી પસાર થતી વેળાએ ગેસ સિલિન્ડરમાં જબરદસ્ત બ્લાસ્ટ (Gas Cylinder Blast) થયો હતો. આ ઘટનામાં ભૂરી યાદવનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. માતાનાં મોતથી દીકરી હંસુ યાદવ પગ નીચેથી જમીન સરકી ગઈ છે અને તે શોકમગ્ન છે. ઘટના અંગે ગેરકાયદે ગેસ રીફિલિંગ જવાબદાર હોવાની પ્રાથમિક માહિતી છે. આ ઘટના અંગેની વધુ તપાસ સચિન GIDC પોલીસે (Sachin GIDC Police) હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad : યુટ્યૂબર સમય રૈનાનો વાહિયાત શૉ અમદાવાદમાં રદ્દ

Tags :
Advertisement

.

×