Surat: રત્નકલાકારોની નીકળી રેલી, સરકાર માંગણી નહી સ્વીકારે તો ઉગ્ર આંદોલનની ચીમકી
- સુરતમાં રત્ન કલાકારોની રેલી નીકળી
- વિવિધ પડતર માંગણીઓને લઈ રેલી નીકળી
- હાથમાં વિવિધ પ્લેકાર્ડ અને બેનરો સાથે દેખાવ
રતન કલાકારોના વેતનમાં અને હીરાના ભાવમાં ભાવ વધારો તેમજ રત્નકલાકાર કલ્યાણ બોર્ડ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોને આર્થિક મદદ કરવામાં આવે તેવી માંગણીઓ સાથે સુરત ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ કલાકારો દ્વારા રેલી કાઢી દેખાવ કરવામાં આવ્યા હતા. કતારગામ દરવાજા ખાતેથી નીકળેલી રેલી વરાછા હીરાબાગ ખાતે સંપન્ન થઈ હતી. જોકે આ રેલીને કોઈપણ પોલીસ પરવાનગી આપવામાં આવી નહોતી. પરંતુ કલાકારોના હિતને ધ્યાનમાં રાખી રેલી કાઢવા દેવામાં આવી હતી. જે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. પરંતુ રેલીમાં 5,000 રત્ન કલાકારો જોડાશે તેવો દાવો સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરાયો હતો. જે રેલીનો ફિયાસ્કો થયો હતો.
અગાઉ કલેક્ટરનાં અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી
સુરતના હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી આર્થિક મંદીના કારણે હીરા ઉદ્યોગ ડામાડોળ છે.રત્ન કલાકારો ને પૂરતા પ્રમાણમાં કામ ન મળતું હોવાની ફરિયાદ ઉઠી છે.જેના પગલે રાજ્યના મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે. અગાઉ ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલ એસોસીયેશન દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ જિલ્લા કલેકટર અને લેબર કમિશનર વચ્ચે બેઠક મળી હતી.જે બેઠકમાં ડાયમંડ વર્કર યુનિયન તેમજ હીરા ઉદ્યોગના અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.રત્ન કલાકારોના વેતન અને અને હીરાના ભાવમાં ભાવ વધારો,રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ ની રચના કરવી, બે વર્ષથી આર્થિક મંદીનો સામનો કરી આવેલા રત્ન કલાકારોને સરકાર તરફથી આર્થિક મદદ કરવા જેવી વિવિધ માંગણીઓ કરવામાં આવી રહી છે. જે માટે અગાઉ મળેલી બેઠક બાદ સમસ્યાનો સુખદ નિરાકરણ આવશે તેવો આશાવાદ ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણી અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
સુરતમાં રત્ન કલાકારોની વિશાળ રેલીનું આયોજન
મોટી સંખ્યામાં રત્નકલાકારો પહોંચ્યા કાર્યક્રમ સ્થળે
રત્નકલાકારોએ સૂત્રોચ્ચાર કરીને કાઢી વિશાળ રેલી
'હમારી માગે પૂરી કરો'ના નારા સાથે કર્યુ પ્રદર્શન
રત્ન કલાકારોની પડતર માંગણીઓને લઈ રેલીનું આયોજન#Gujarat #Surat #DiamondWorkers… pic.twitter.com/85K7z9X9Y3— Gujarat First (@GujaratFirst) March 30, 2025
ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ રેલીનું આયોજન કરાયું
રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ પણ સમસ્યાનો કોઈ સુખદ ઉકેલ નહીં આવતા અંતે 30 મી માર્ચના રોજ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારોને સાથે રાખી હડતાલ અને રેલીની જાહેરાત કરવામાં આવી હતી.જે અન્વયે આજ રોજ સુરતના કતારગામ દરવાજા ખાતેથી ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ રેલીનું આયોજન કરાયું હતું. પોલીસ પરવાનગી ના હોવા છતાં રેલી કાઢવામાં આવી હતી. જે રેલી નો પણ ફીયાસકો થયો હતો. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ રેલીમાં 5000 જેટલા કલાકારો જોડાશે તેઓ દાવો કરાયો હતો. પરંતુ રેલીમાં માત્ર 100 જેટલા રક્ત કલાકારોની પાંખી હાજરી જોવા મળી હતી.
આ પણ વાંચોઃRajkot: સ્કોડા કાર ચાલકે બાઈકને મારી ટક્કર, યુવક-યુવતી સારવાર હેઠળ
માંગ સ્વીકારવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
રેલીમાં જોડાયેલા રત્ન કલાકારોએ હાથમાં પ્લે કાર્ડ અને બેનરો સાથે દેખાવ કરી સરકાર સમક્ષ પોતાની રજૂઆત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં રત્ન કલાકારોની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ભૂખ હડતાલ, ધરણા પ્રદર્શન સહિત વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે. જે કાર્યક્રમ થકી સરકાર સામે રત્ન કલાકારોના હિત માટેની લડાઈ આગળ ધપાવવામાં આવશે.
આ પણ વાંચોઃ VADODARA : શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલવા પૂર્વ સૈનિકોનો સાથ મળશે