Surat: આરોગ્ય વિભાગના ડે. કમિશ્નરે આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ
- સુરતમાં આરોગ્ય ડે.કમિશનરે આપ્યું રાજીનામું
- મેડિકલ કારણોસર આશિષ નાયકે આપ્યું રાજીનામું
- છેલ્લા 27 વર્ષથી આશિષ નાયક પાલિકામાં છે કાર્યરત
સુરત મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા આરોગ્ય વિભાગના ડે. કમિશ્નરે રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓ શરૂ થવા પામી છે.
જુદા જુદા હોદ્દાઓ પર તેઓ આપી ચૂક્યા છે સેવા
સુરત મહાનગર પાલિકામાં છેલ્લા 27 વર્ષથી ફરજ બજાવતા આરોગ્ય ડે. કમિશ્નર આશિષ નાયકે તેમના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે. આશિષ નાયક છેલ્લા 27 વર્ષથી મહાનગર પાલિકામાં ફરજ બજાવે છે. તેમજ તેઓ આરોગ્ય વિભાગના જુદા જુદા હોદ્દાઓ પર તેઓ સેવા આપી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ Junagadh : કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાના હસ્તે વીર દેવાયત બોદર મેમોરિયલનું ઈ-ખાતમુહૂર્ત
પાલિકા કમિશ્નર સમક્ષ તેઓએ રાજીનામું આપ્યું
તેમજ તેઓ છેલ્લા 7 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી હેલ્થ કમિશ્નર તરીકે સેવા આવી ચૂક્યા છે. મળતી માહિતી મુજબ મેડિકલ કારણોસર આશિષ નાયકે રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આશિષ નાયક દ્વારા એકાએક પાલિકા કમિશ્રનર સમક્ષ રાજીનામું આપી દીધું હતું. પરંતુ હજી સુધી રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી.
આ પણ વાંચોઃ Rajkumar Jat Case : શિફૂજી શૌર્ય ભારદ્વાજ આવ્યા મેદાને, કહ્યું- ક્યાં સુધી બાહુબલી નેતાઓ..!