Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat Honeytrap Case : 'શરમ નથી આવતી, ખરાબ ધંધા કરે છે' કહી 4.53 લાખ પડાવનાર મહિલા સહિત 2 ઝડપાયા

સુરત પોલીસ તરીકેની ઓળખ આવી 'તને શરમ નથી આવતી, આવા ખરાબ ધંધા કરે છે' કરી ડરાવી-ધમકાવી રૂ. 4.53 લાખ પડાવ્યા હતા.
surat honeytrap case    શરમ નથી આવતી  ખરાબ ધંધા કરે છે  કહી 4 53 લાખ પડાવનાર મહિલા સહિત 2 ઝડપાયા
Advertisement
  1. Surat નાં સારોલીમાં Honeytrap ની ઘટના મામલે મોટી કાર્યવાહી
  2. હનીટ્રેપ સાથે સંકળાયેલા બે આરોપીની ધરપકડ
  3. આરોપીઓએ પોલીસ બની યુવક પાસેથી રૂ.4.53 લાખ પડાવ્યા હતા

Surat Honeytrap Case : સારોલીમાં થોડા દિવસ પહેલા હનીટ્રેપની ઘટના બની હતી, જેમાં પીડિત યુવકે ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી કરી ગણતરીનાં દિવસોમાં જ હનીટ્રેપ (Honeytrap) સાથે સંકળાયેલા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપ છે કે યુવક એક એપાર્ટમેન્ટનાં રૂમમાં મહિલા સાથે બેઠો હતો ત્યારે ચાર શખ્સ ત્યાં આવ્યા હતા અને સુરત પોલીસ તરીકેની ઓળખ આવી 'તને શરમ નથી આવતી, આવા ખરાબ ધંધા કરે છે' કરી ડરાવી-ધમકાવી રૂ. 4.53 લાખ પડાવ્યા હતા.

આ પણ વાંચો - Ahmedabad : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે VHP નાં કાર્યાલયનું ભૂમિપૂજન

Advertisement

Advertisement

Honeytrap નાં કેસમાં મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ

સુરતનાં (Surat) સારોલી વિસ્તારમાં 3 ડિસેમ્બરનાં રોજ એક યુવક સાથે હનીટ્રેપની (Surat Honeytrap Case) ઘટના બની હતી. આ મામલે યુવકે 8 ડિસેમ્બરે સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સારોલી પોલીસે (Saroli Police) યુવકની ફરિયાદનાં આધારે કાર્યવાહી કરી ગણતરીનાં દિવસોમાં હનીટ્રેપ સાથે સંકળાયેલા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ મહેશ બલદાણિયા અને દુર્ગા દેવી ઉર્ફે દક્ષા બલદાણિયા તરીકે થઈ છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Gujarat Winter : રાજ્યમાં ઠંડીનો વધતો પ્રકોપ! હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી!

શું છે કેસ ?

યુવકની ફરિયાદ મુજબ, સુરતનાં સારોલી વિસ્તારમાં (Saroli) કુંભારિયા ખાતે આવેલા ઈશ્વર દર્શન એપાર્ટમેન્ટમાં 3 ડિસેમ્બરે યુવક એક યુવતી સાથે રૂમમાં બેઠો હતો. ત્યારે ચાર અજાણ્યા ઇસમો ત્યાં આવ્યા હતા અને સુરત પોલીસ તરીકે પોતાની ઓળખ આપી હતી. ચાર પૈકી એક શખ્સે કહ્યું હતું કે, અમે સુરત પોલીસ છીએ. અમને બાતમી મળી છે કે અહીં ગેરકાનૂની કામ ચાલે છે. તમારા વિરુદ્ધમાં FIR ફાડવાની છે. આરોપીએ આગળ કહ્યું કે, અમે પ્રેસ મીડિયાને બોલાવીશું. જણાવી શું કે તું આવા ખરાબ ધંધા કરે છે. તને શરમ નથી આવતી ? તેમ કહી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી લાફા માર્યા હતા. ત્યાર બાદ ધાક-ધમકી આપી રૂ. 4.53 લાખ પડાવ્યા હતા. રૂપિયા પડાવી ફરી વખત અહીં આવતો નહીં તેમ કહી ફરિયાદીને મુક્ત કર્યો હતો. આ મામલે 8 ડિસેમ્બરે ફરિયાદીએ સારોલી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.

આ પણ વાંચો - Rajkot : TRP ગેમઝોન 'અગ્નિકાંડ' બાદ RMC ચીફ ફાયર ઓફિસર ઘરભેગા

Tags :
Advertisement

.

×