Surat: 'હું તો કહું છું હેલ્મેટ ન પહેરે તો ફૂલો જ આપો', જાણો નાયબ મુખ્યમંત્રીએ આવું કેમ કહ્યું?
- Surat: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન
- સુરતમાં અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનનું હર્ષભાઈના હસ્તે ઉદ્ઘાટન
- વરાછા સ્થિત અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનનું કર્યુ ઉદ્ઘાટન
- નવા પોલીસ સ્ટેશનના લોકાર્પણ સાથે કુલ પોલીસ સ્ટેશનની સંખ્યા 41
Surat: સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshabhai Sanghvi) ના હસ્તે નવનિર્મિત અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે 'તેરા તુજકો અર્પણ' (Tera Tujhko Arpan) અભિયાન અંતર્ગત વિવિધ ગુનામાં રિકવર કરવામાં આવેલો કરોડોનો મુદ્દામાલ ફરિયાદીઓને પરત કરાયો છે. સાથે સાથે નાયબ મુખ્યમંત્રીએ હેલ્મેટ, ફ્રોડ જેવા મુદ્દે વાત કરી.
Surat: પોલીસ સ્ટેશનોની સંખ્યા 41 થઈ
સુરત શહેરમાં વધતી જનસંખ્યાને લઈને વધુ એક પોલીસ સ્ટેશનનો ઉમેરો કરાયો છે. આજે નાયબ મુખ્યમંત્રીના હસ્તે નવનિર્મિત અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન (Ashwini Kumar Police Station) નું લોકાર્પણ કરાયું છે. જેથી પોલીસ સ્ટેશનોની સંખ્યા 41 થઈ છે. શહેરમાં વધતી જનસંખ્યાની ધ્યાને લઈ વધુ એક પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશનના પટાંગણમાં નવનિર્મિત સરદારની પ્રતિમાનું પણ અનાવરણ કરાયું છે. સાથે સાથે 'તેરા તુજકો અર્પણ કાર્યક્રમ' અંતર્ગત જપ્ત કરાયેલો મુદ્દામાલ ફરિયાદીઓને પરત કરાયો છે.
'પોલીસ સ્ટેશન માત્ર અઢી મહિનામાં તૈયાર'
ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતુ કે આજે તાપી નદીના કિનારે જ્યાં આપણે ઊભા છે તે ઐતિહાસિક ભૂમિ છે. અશ્વિની કુમારો દેવનું કસ્ટ દૂર કરતા,તેમ એ પોલીસ સ્ટેશન લોકોના દુઃખ અને કસ્ટ દૂર કરશે તેવો મને વિશ્વાસ છે. અહીં સાક્ષીરુપે ઊભેલા ત્રણ પાનનું વડ છે,અહીં દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓમાં સેવાનો ભાવ જાગશે તેવો મને વિશ્વાસ છે. વધુમાં કહ્યું હતુ સુરત પોલીસ અને શહેરના લોકોએ એક નવો ઇતિહાસ બનાવ્યો છે. આ પોલીસ સ્ટેશન માત્ર અઢી મહિનામાં તૈયાર કરાયું છે. આજુબાજુના આરોપીઓ પકડાય તો પણ કહેશે કે અમને અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન લઈ જાવ ગુનાની સારી તપાસ થઈ શકે તે માટેની વ્યવસ્થા છે.
'વેપારીઓની સુરક્ષા મારી જવાબદારી'
વધુમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ કે લોકોને ઝડપથી સુવિધા મળી રહે તે માટેની વ્યવસ્થા છે. 30 થી 35 ટકા વિસ્તારને નવા પોલીસ સ્ટેશન હેઠળ આવરી લેવામાં આવ્યા છે. હીરા અને રોકડનો વ્યવહાર કરતા લોકો સુરક્ષાનો અનુભવ કરશે. અહીં બેસેલા લોકો વર્ષોથી હીરાના વેપાર સાથે જોડાયેલા છે. આજે સૌ લોકોએ જે દર્શન કર્યા તે ભૂતકાળમાં તમે નહીં કર્યા હોય. હીરા ઉદ્યોગને રક્ષણ આપવાનું કાર્ય સુરત પોલીસે કર્યું છે. હીરા વેપારીઓના કરોડોના હીરા લેભાગુઓ લઈ જાય છે,એ વેપારીઓને અહીં ન્યાય મળે તે માટેના પ્રયાસ છે. નાની મોટી ભૂલ પોલીસની થતી હશે પરંતુ હું ગેરેન્ટી આપું કે ગુજરાતમાં મોટામાં મોટી કામગીરી ગુજરાત પોલીસ કરે છે,જે બીજા રાજ્યમાં જોવા નહી મળે. સુરત પોલીસને અભિનંદન આપવા પડે. વેપારીઓની સુરક્ષા કરવાની મારી જવાબદારી છે. સાચા વેપારીઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચે અને ન્યાય ન મળે તો વેપાર કઈ રીતે ટકી શકે. વેપારીઓને રક્ષણ પૂરું પાડવા સુરત પોલીસ સજ્જ છે.
Surat : DyCM હર્ષભાઈ સંઘવીના હસ્તે પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન । Gujarat First
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન
સુરતમાં અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનનું હર્ષભાઈના હસ્તે ઉદ્ઘાટન
વરાછા સ્થિત અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનનું કર્યુ ઉદ્ઘાટન
નવા પોલીસ સ્ટેશનના… pic.twitter.com/qyCXjS2ETx— Gujarat First (@GujaratFirst) December 27, 2025
'પોલીસે લોકો સાથેનો વ્યવહાર સારો રાખવો જોઈએ'
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ડ્રગ્સ મુદ્દે વાત કરી હતી. તેમણે કહ્યું કે સાયબર અને ડ્રગ્સ મુદ્દે સુરત પોલીસ અદ્ભુત કામ કરી રહી છે. હાથમાં આપેલ દંડો જ્યાં જરૂર પડે ત્યાં મજબૂતાઇથી ઉપયોગ કરી રહ્યા છે. નાની મોટી વાતને લઈ પોલીસ સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસ આઠ આઠ કલાક પોઇન્ટ પર કામ કરે છે, ટ્રાફિક પોલીસે લોકો સાથેનો વ્યવહાર સારો રાખવો જોઈએ. હું તો કહું છું કે હેલ્મેટ ન પહેરે તો તેને ફૂલો જ આપો, દંડ માત્ર મહત્વ નથી પરંતુ આપણી સુરક્ષા મહત્વની છે. આ વર્ષે 99 ટકા લોકો હેડ ઇન્જરીના કારણે મૃત્યુ પામ્યા. જે હેલ્મેટ વિનાના લોકોના મૃત્ય થયા છે. દંડથી માણસ બીજા દિવસે હેલ્મેટ પહેરે તે માટે કરવામાં આવે છે. આ દંડ થી કોઈ પણ રાજ્ય સરકાર કે પોલીસ ના ચાલી શકે.હેલ્મેટ માટેની રાજનીતિમાં તમે ક્યારેય ન આવતા તેવી બે હાથ જોડીને હું વિનંતી કરુંછું જે લોકોના માતા પિતા દીકરા દીકરી મોતને ભેટ્યા છે,તે લોકોને જઈને પૂછો કે હેલ્મેટ કેટલું જરૂરી છે. ઉતરાયણનો સમય આવવાનો છે, જે બાઈક આગળ લોખંડના એંગ્લ ભેટમાં આપી જીવન બચાવવાનું કાર્ય કરવું જોઈએ પોલીસે સામાજિક કાર્ય કરવું જોઈએ.
પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે શહેરના નામી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ, શહેરની નામી અનામી હસ્તીઓ, ધારાસભ્યો અને સાંસદ મુકેશ દલાલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ Surat Crime: આખરે એવું તે શું થયું કે 14મા માળેથી માતાએ પુત્ર સાથે છલાંગ લગાવી?


