Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : મોબાઇલની કુટેવે વધુ એક દીકરીનો ભોગ લીધો! ધો. 8 ની વિદ્યાર્થિનીનો આપઘાત

સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતી વિદ્યાર્થિનીને માતાએ ઠપકો
surat   મોબાઇલની કુટેવે વધુ એક દીકરીનો ભોગ લીધો  ધો  8 ની વિદ્યાર્થિનીનો આપઘાત
Advertisement
  1. Surat માં મોબાઇલની કુટેવે વધુ એક વિદ્યાર્થિનીનો ભોગ લીધો
  2. ધોરણ 8 વિદ્યાર્થીની સતત મોબાઇલમાં રહેતી હતી
  3. માતાએ ઠપકો આપી મોબાઇલ છીનવ્યો, દીકરીએ આપઘાત કર્યો!

સુરતમાં (Surat) મોબાઇલની કુટેવે વધુ એક વિદ્યાર્થિનીનો ભોગ લીધો છે. પાંડેસરામાં ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનાં આપઘાતની ઘટના બની છે. સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતી વિદ્યાર્થિનીને માતાએ ઠપકો આપી મોબાઇલ છીનવી લીધો હતો. વિદ્યાર્થિનીએ ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. આ મામલે પાંડેસરા (Pandesara Police) પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Bhavnagar : ડિસેમ્બરમાં 12 વર્ષની બાળકી સાથે 3 નરાધમે દુષ્કર્મ આચર્યું, હવે નોંધાયો ગુનો!

Advertisement

સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતી હતી વિદ્યાર્થિનીને ઠપકો આપ્યો હતો

પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, સુરતનાં (Surat) પાંડેસરા વિસ્તારમાં આવેલી આવિર્ભાવ સોસાયટીમાં વર્ષા નીસાદ પરિવાર સાથે રહેતી હતી અને ધોરણ 8 માં અભ્યાસ કરતી હતી. વર્ષાને મોબાઇલ જોવાની આદત હતી. વર્ષા સતત મોબાઇલમાં ખોવાયેલી રહેતી હોવાથી તેણીની આ આદતથી માતા-પિતા પણ પરેશાન હતા અને તેને વધુ મોબાઇલ ન હોવાની સલાહ આપતા હતા. દરમિયાન, વિદ્યાર્થિની મોબાઇલમાં વ્યસ્ત હતી ત્યારે માતાએ ઠપકો આપીને મોબાઇલ છીનવી લીધો હતો.

Advertisement

આ પણ વાંચો - Banaskantha Division : દિયોદરમાં આજે 5 તાલુકાનાં લોકોની જનસભા, BJP-કોંગ્રેસનાં આગેવાનો પણ જોડાશે!

મનમાં લાગી આવતા આત્મહત્યા કરી હોવાની આશંકા

અહેવાલ અનુસાર, મોબાઇલ છીનવી લેતા લાગી આવતા માતા જ્યારે શાકભાજી લેવા ગઈ તો વિદ્યાર્થિનીએ ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. માતા જ્યારે ઘર પરત આવી તો દીકરી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ મામલે જાણ થતાં પાંડેસરા પોલીસની (Pandesara Police) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થિનીનો મૃતદેહ પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Weather Report : એકવાર ફરી ઠંડી મચાવશે કહેર! ચિંતા વધારે એવી હવામાન વિભાગે કરી આગાહી

Tags :
Advertisement

.

×