Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : સિંગણપોરમાં પતિએ ચપ્પાના ઉપરાછાપરી ઘા ઝીંકી પત્નીની હત્યા કરી, પછી કર્યો આપઘાત

આ મામલે સિંગણપોર પોલીસે બંને મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
surat   સિંગણપોરમાં પતિએ ચપ્પાના ઉપરાછાપરી ઘા ઝીંકી પત્નીની હત્યા કરી  પછી કર્યો આપઘાત
Advertisement
  1. Surat નાં સિંગણપોરમાં હત્યા બાદ આપઘાતનો બનાવ
  2. પતિએ પત્નીની હત્યા બાદ પોતે ગળેફાંસો ખાઇને કર્યો આપઘાત
  3. મૃતકનાં બાળકો હરિયાણા ખાતે કબડ્ડીની રમતમાં ભાગ લેવા ગયા હતા

સુરતનાં (Surat) સિંગણપોરમાં હત્યા બાદ આપઘાતની હચમચાવતી ઘટના બની છે. પતિએ પત્નીને ચપ્પાનાં ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક દંપતીનાં બાળકો હરિયાણા (Haryana) ખાતે કબડ્ડીની રમતમાં ભાગ લેવા ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. આ મામલે સિંગણપોર પોલીસે બંને મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad : પોલીસે રોક્યો તો ફિલ્મી સ્ટાઇલમાં યુવકે ભગાવી કાર, પછી થયા આવા હાલ, જુઓ Video

Advertisement

પહેલા ચપ્પાના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી, પછી કર્યો આપઘાત

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) સિંગણપોર વિસ્તારમાં રહેતા 50 વર્ષીય નરેશ કુંડળિયાએ પત્ની 45 વર્ષીય જમનાબેનને ચપ્પાના ઉપરાછાપરી ઘા ઝીંકીને હત્યા કરી હતી. પત્નીની હત્યા કર્યા બાદ નરેશભાઈએ પણ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ ઘટનાને પગલે સિંગરણપોર પોલીસની (Singanpor Police) ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, બંને પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલતો હતો.

Advertisement

આ પણ વાંચો - Anand : પોલીસ સ્ટેશનમાં ઘૂસી પોલીસકર્મી પર હુમલો કરનારા મુખ્ય 6 સહિત 20 થી 25 સામે નોંધાયો ગુનો

મૃતકોનાં બાળકો હરિયાણા ખાતે કબડ્ડીની રમતમાં ભાગ લેવા ગયા હતા

પોલીસ તપાસ મુજબ, મૃતક દંપતીનાં બાળકો હરિયાણા ખાતે કબડ્ડીની (Kabaddi) રમતમાં ભાગ લેવા ગયા હતા. બાળકોની ગેરહાજરીનો લાભ લઈને પતિ નરેશ કુંડળિયાએ પત્ની જમનાબેનની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો હતો. મૃતક નરેશ કુંડળિયા કન્સ્ટ્રકશનનાં વ્યવસાય સાથે સંકળાયેલા હતા. જમનાબેનની હત્યા બાદ નરેશભાઈના આપઘાતની ઘટનાથી તેમનાં બાળકો અને પરિવારજનો ભારે આઘાતમાં છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Junagadh : ભવનાથ મંદિરનાં મહંત બનવા હરિગીરી બાપુએ રૂપિયા આપ્યા હતા : મહેશગીરી બાપુ

Tags :
Advertisement

.

×