Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

SURAT : ગજેરા બંધુઓ પર IT રેડ, બિલ્ડરે લખ્યો સીધો પીએમ મોદીને પત્ર, કૌભાંડના આપ્યા પુરાવા

SURAT : શહેરમાં ગજેરા બંધુઓના લક્ષ્મી ગ્રુપ પર ઇન્કમ ટેક્સ (IT) વિભાગની રેડને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. આ રેડનું મુખ્ય કારણ બિલ્ડરો વચ્ચેની આંતરિક લડાઈ છે, જે હવે વડાપ્રધાન કાર્યાલય (PMO) સુધી પહોંચી ગઈ છે. સુરતના જાણીતા બિલ્ડર પ્રવીણ અગ્રવાલે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ગજેરા બંધુઓ પર 2000 કરોડના કૌભાંડના આરોપો મૂક્યા છે, જેમાં પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે.
surat   ગજેરા બંધુઓ પર it રેડ  બિલ્ડરે લખ્યો સીધો પીએમ મોદીને પત્ર  કૌભાંડના આપ્યા પુરાવા
Advertisement
  • SURAT : બિલ્ડરોની લડાઈ PM સુધી પહોંચી : ગજેરા ગ્રુપ પર ITની તવાઈ, મેહુલ ચોક્સી સાથે લિંક
  • સુરતના લક્ષ્મી ગ્રુપમાં 2000 કરોડનું કૌભાંડ: પ્રવીણ અગ્રવાલના પત્રથી IT રેડનો મામલો
  • હોંગકોંગથી બ્લેક મની વ્હાઈટ : ગજેરા બંધુઓ પર PMO આદેશથી IT તપાસ
  • સુરત IT રેડમાં મેહુલ ચોક્સીનું નામ: પ્રવીણ અગ્રવાલના આરોપથી ગજેરા ગ્રુપમાં હલચલ

SURAT : શહેરમાં ગજેરા બંધુઓના લક્ષ્મી ગ્રુપ પર ઇન્કમ ટેક્સ (IT) વિભાગની રેડને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. આ રેડનું મુખ્ય કારણ બિલ્ડરો વચ્ચેની આંતરિક લડાઈ છે, જે હવે વડાપ્રધાન કાર્યાલય (PMO) સુધી પહોંચી ગઈ છે. સુરતના જાણીતા બિલ્ડર પ્રવીણ અગ્રવાલે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ગજેરા બંધુઓ પર 2000 કરોડના કૌભાંડના આરોપો મૂક્યા છે, જેમાં પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. આ પત્રના આધારે PMOએ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા જેના પગલે IT વિભાગે રેડ કરી છે.

SURAT : પ્રવિણ અગ્રવાલના પત્રમાં ગંભીર આરોપ

પ્રવીણ અગ્રવાલે પત્રમાં આરોપ કર્યો છે કે ગજેરા બંધુઓના લક્ષ્મી ગ્રુપમાં હોંગકોંગથી બ્લેક મનીને વ્હાઈટ કરીને પાછા ભારતમાં લાવવામાં આવ્યા છે. સુરતના ટેક્સટાઈલ અને ડાયમંડ માર્કેટમાં મોટા પ્રમાણમાં રોકડનું વેચાણ થાય છે, પરંતુ આ નાણાં કાગળ પર ક્યાંય દેખાતા નથી. આ રેડમાં IT વિભાગે ગજેરા બંધુઓના પ્રોપર્ટી પ્રોજેક્ટ્સમાંથી મોટા પ્રમાણમાં કેશ અને દસ્તાવેજો જપ્ત કર્યા છે. આ આરોપોને કારણે ગજેરા બંધુઓની ઊંઘ હરામ થઈ ગઈ છે અને તેઓ હવે તપાસના ઘેરામાં છે.

Advertisement

મેહુલ ચોકસી સાથે સંબંધ હોવાનો દાવો

પત્રમાં સૌથી ગંભીર આરોપ પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી સાથેના સંબંધોનો છે. અગ્રવાલે દાવો કર્યો છે કે મેહુલ ચોક્સીના 'પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ' (ગુનાના પૈસા) ગજેરા બંધુઓના પ્રોજેક્ટ્સમાં રોકવામાં આવ્યા છે. આને કારણે IT વિભાગ અને ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED) હવે તપાસ કરી રહી છે કે આ પ્રોજેક્ટ્સમાં દેશના ટેક્સપેયર્સના લૂંટાયેલા નાણાંનું રોકાણ તો નથી થયું ને? આ મામલો માત્ર આર્થિક કૌભાંડ જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ચિંતાનો વિષય છે, કારણ કે મેહુલ ચોક્સી જેવા આરોપી સાથેના લિંક તપાસમાં આવી રહ્યા છે.

Advertisement

SURAT :  બિલ્ડરો વચ્ચેની લડાઈ PMO સુધી

આ ઘટના બિલ્ડરો વચ્ચેની લડાઈનું પરિણામ છે. પ્રવીણ અગ્રવાલ અને ગજેરા બંધુઓ વચ્ચે પહેલાંથી જ વિવાદ ચાલી રહ્યો હતો. અગ્રવાલે દાવો કર્યો છે કે તેમની પાર્ટનરશિપમાંથી તેમના 43% હિસ્સાને ફેક સાઈનેચર વડે 4.2% કરી દેવામાં આવ્યો છે. આ પત્ર અને IT રેડને કારણે લક્ષ્મી ગ્રુપની શાખને મોટો ફટકો પડ્યો છે. ગ્રુપમાં રોકાણ કરનારા અનેક લોકોમાં હવે ડરનો માહોલ છે. ઘણા રોકાણકારો પોતાના નાણાં પાછા ખેંચવાની તૈયારીમાં છે. જો ED અને IT વિભાગે મિલકતો જપ્ત કરવાનું શરૂ કર્યું તો ગજેરા બંધુઓના અનેક ચાલુ પ્રોજેક્ટ્સ અટકી શકે છે.

SURAT માં મોટા રોકર્ડ વ્યવહારો થતાં હોવાનો ઉદાહરણ

આ કેસ સુરતના ટેક્સટાઈલ અને ડાયમંડ માર્કેટમાં ચાલતા બ્લેક મનીના વેપારને પણ પ્રકાશમાં પાડે છે. અહીં મોટા પ્રમાણમાં રોકડ વ્યવહારો થાય છે, પરંતુ તેનું કોઈ રેકોર્ડ નથી રહેતું. આ રેડમાં IT વિભાગને મોટા પુરાવા મળ્યા છે, જેમાં હોંગકોંગ અને અન્ય વિદેશી લિંક પણ સામે આવી રહ્યા છે. આ મામલો સાબિત કરે છે કે ગેરકાયદેસર રીતે ઉભું કરાયેલું વ્યાપારી સામ્રાજ્ય કોઈ પણ ક્ષણે તૂટી શકે છે. હવે ED અને અન્ય એજન્સીઓની તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે, જે સુરતના બિઝનેસ વર્લ્ડને હચમચાવી શકે છે.

આ પણ વાંચો-Bhabhar : દારૂબંધીના કડક અમલ માટે પોલીસનું સઘન અભિયાન, ફૂટ પેટ્રોલિંગ, ઓચિંતી રેડ અને વાહન ચેકિંગ શરૂ

Tags :
Advertisement

.

×