Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : આજે જનભાગીદારીથી 'જળ સંચય' મહાઅભિયાનની થશે શરૂઆત, CR પાટીલ રહેશે ઉપસ્થિત

સુરતમાં જનભાગીદારીથી 'જળસંચય' અંતર્ગત જનઆંદોલન વડાપ્રધાન મોદીનાં માર્ગદર્શનમાં આ મહાઅભિયાન ચાલે છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ઉપસ્થિત રહેશે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશનાં CM, બિહારનાં ડે. CM હાજર રહેશે ગુજરાતનાં સુરતમાં (Surat) આજે એટલે કે 13 ઓક્ટોબરનાં રોજ "જલ સંચય"...
surat   આજે જનભાગીદારીથી  જળ સંચય  મહાઅભિયાનની થશે શરૂઆત  cr પાટીલ રહેશે ઉપસ્થિત
Advertisement
  1. સુરતમાં જનભાગીદારીથી 'જળસંચય' અંતર્ગત જનઆંદોલન
  2. વડાપ્રધાન મોદીનાં માર્ગદર્શનમાં આ મહાઅભિયાન ચાલે છે
  3. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ઉપસ્થિત રહેશે
  4. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશનાં CM, બિહારનાં ડે. CM હાજર રહેશે

ગુજરાતનાં સુરતમાં (Surat) આજે એટલે કે 13 ઓક્ટોબરનાં રોજ "જલ સંચય" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતનાં ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાત, રાજસ્થાન (Rajasthan) અને મધ્યપ્રદેશનાં (Madhya Pradesh) મુખ્યમંત્રી અને બિહારનાં (Bihar) નાયબ મુખ્યમંત્રી ભાગ લેશે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી CR પાટીલના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ ‘જલ સંચય’ (Jal Sanchaya) કાર્યક્રમમાં ભૂગર્ભ જળસ્તર વધારવા અંગે ચર્ચા કરાશે.

આ પણ વાંચો - Mehsana: જાસલપુર ગામની દુર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોને 2-2 લાખ આપવાની જાહેરાત

Advertisement

Advertisement

જનભાગીદારીથી 'જળસંચય જનઆંદોલન'

સુરતમાં (Surat) આજે જનભાગીદારીથી જળસંચય જનઆંદોલનની શરૂઆત કરાશે. આ અભિયાન હેઠળ આજે સુરતનાં ઇન્ડોર સ્ટેડિયમમાં "જલ સંચય" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી CR પાટીલનાં (CR Patil) માર્ગદર્શન હેઠળ યોજાનાર આ ‘જલ સંચય’ કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel), રાજસ્થાનનાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા (Bhajanlal Sharma), મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી મોહન યાદવ (Mohan Yadav) અને બિહારનાં ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી (Samrat Chaudhary) હાજર રહેશે.

આ પણ વાંચો - અમદાવાદમાં Gujcomasol એ રાજ્યનું પહેલું Gujco Mart શરૂ કર્યું, ખેડૂત પાસેથી થશે સીધી ખરીદી

વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં ચાલે છે મહાઅભિયાન

વડાપ્રધાન મોદીનાં (PM Narendra Modi) માર્ગદર્શન હેઠળ ચાલનાર આ મહાઅભિયાનને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય આગળ ધપાવાશે. વડાપ્રધાન મોદીનાં 23 વર્ષનાં સુશાસનની સમાંતર ઉજવણી હેઠળ જનભાગીદારીથી જળસંચય જનઆંદોલનની શરૂઆત કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ લીધેલો ઘરે-ઘરે પાણીનો સંકલ્પ સરકારે પૂર્ણ કર્યો. હવે, આ મહાઅભિયાન હેઠળ જનભાગીદારીથી જળસંચયનો સંદેશ દેશભરમાં ફેલાવાશે.

આ પણ વાંચો - Mehsana : ભેખડ ધસી પડતા 5 નાં મોત, હજુ પણ 4 દટાયા હોવાની આશંકા

Tags :
Advertisement

.

×