Surat : કોસંબા નજીક સૂટકેસમાંથી યુવતિનો મૃતદેહ મળતા ચકચાર
- સૂટકેસમાંથી દૂર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી
- પોલીસે સૂટકેસ ખોલતા તેમાંથી કાળો પડી ગયેલો મૃતદેહ મળ્યો
- પોલીસે વિવિધ ટીમો બનાવીને વધુ તપાસ હાથ ધરી હોવાનુું જાણવા મળ્યું
Surat : સુરતમના માંગરોલના કોસંબા (Surat - Kosamba) નજીક સૂટકેસમાંથી યુવતિનો મૃતદેહ (Girl Body Found In Suitcase) મળી આવ્યો છે. આ ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બેગમાંથી માથુ ફાડી નાંખે તેવી દુર્ગંધ આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરવામાં આવતા તુરંત કાફલો દોડી આવ્યો હતો. અને બેગને અવાવરૂ ખાડામાંથી બહાર લાવીને તેની તપાસ કરવામાં આવી હતી. બેગમાંથી લોહીથી ખરડાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ દરવામાં આવી છે.
View this post on Instagram
સમગ્ર પંથકમાં ચકચાર મચી
સુરતના માંગરોલ નજીક આવેલા કોસંબામાં આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજે સ્થાનિકો દ્વારા ખાડામાં પડેલા એક સૂટકેસમાંથી દુર્ગંધ આવતી હોવાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, અને ખાડામાંથી સૂટકેસને જમીન પર લાવીને તેનો ખોલવામાં આવ્યું હતું. સૂટકેસ ખોલતા જ તેમાં કાળો પડી ગયેલો યુવતિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતિને ગળાના ભાગે ઉંડી ઇજાના નિશાન હોવાનું પણ જાણવા મળ્યું છે.
આરોપી સુધી પહોંચવાના ચક્રોતગિમાન
મૃતદેહ રિકવર કર્યા બાદ તેને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ મૃતદેહની ઓળખ કરવા અને કોણે આ કમકમાટીભરી ઘટનાને અંજામ આપ્યો છે, તે જાણવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવીને વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ મામલે પોલીસ કેટલા સમયમાં આરોપીઓ સુધી પહોંચે છે, તે જોવું રહ્યું.
આ પણ વાંચો ----- Rajkot : હોસ્પિટલ બહાર ફાયરિંગ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ


