Surat: મિશન હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓમાં ભયનો માહોલ, ફાયર વિભાગ ઘટના સ્થળે
- સુરતની અઠવાલાઈન્સની મિશન હોસ્પિટલમાં આગ
- આગ લાગતા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે
- આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને પડી હતી મુશ્કેલી
સુરતમાં અઠવાલાઈન્સની મિશન હોસ્પિટલમાં એકાએક આગ લાગતા દર્દીઓમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. આગ લાગ્યાની જાણ હોસ્પિટલ સંચાલકોને થતા સંચાલકો દ્વારા તાત્કાલીક ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.
હોસ્પિટલનાં સંચાલકો દ્વારા મીડિયા કર્મીઓ સાથે દાદાગીરી
સુરતમાં અઠવાલાઈન્સ મિશન હોસ્પિટલમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા દર્દીઓમાં દોડધામ મચી જવા પામી હતી. અચાનક જ હોસ્પિટલમાં ભયાનક આગ ભભૂકી ઉઠતા 10 જેટલા ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાયટર્સ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસો કર્યા હતો. હોસ્પિટલનાં સંચાલકો દ્વારા મીડિયા કર્મીઓ સાથે દાદાગીરી કરી હતી. હોસ્પિટલ સંચાલકો દ્વારા ફાયર સેફ્ટીની બેદરકારી રાખી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
(મેટર અપડેટ કરી રહ્યા છીએ)