Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : 17 મહિનામાં 1032 કંડક્ટર, 218 ડ્રાઈવર સામે મનપાની કાર્યવાહી

સુરત મનપા દ્વારા સિટી બસના ડ્રાયવર તેમજ કંડક્ટરોની વ્યાપક ફરિયાદને લઈ તેઓની સામે કાર્યવાહી હાથ ધરી છે.
surat   17 મહિનામાં 1032 કંડક્ટર  218 ડ્રાઈવર સામે મનપાની કાર્યવાહી
Advertisement

સુરત મહાનગર પાલિકા દ્વારા સિટી બસ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ ટિકિટ ચોરીના કારણે મનપાને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તેમજ મુસાફરો સાથે કરવામાં આવતું ગેરવર્તન અને હેરાનગતિ સાથે ટિકિટ નહી આપવા સહિતની અનેક ફરિયાદોને લઈ 17 મહિનામાં 1032 જેટલા કંડક્ટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. મુસાફરો પાસેથી રૂપિયા લઈ કંડક્ટર ટિકિટ ન આપતા હોવાની વ્યાપક ફરિયાદના પગેલ મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

કોઈને કોઈ કારણસર અવાર નવાર ચર્ચામાં રહે છે

સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતવાસીઓને ઓછા ભાડામાં મુસાફરીની સારી સુવિધા મળી રહે તે માટે સીટી બસ અન બીઆરટીએસની સુવિધા શરૂ કરવામાં આવી છે. સુરતમાં 750 થી વધુ સીટી તેમજ બીઆરટીએસ બસો છે. આ બસોમાં કુલ 875 જેટલા કંડક્ટરો છે. અને સીટી બસ તેમજ બીઆરટીએસ બસમાં 2 લાખ લોકો મુસાફરી કરે છે. જેમાં નોકરિયાત અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પરંતું અમુક કારણોને લઈ સિટી બસ અવાર નવાર ચર્ચાના ચકડોળે રહે છે.

Advertisement

આ પણ વાંચોઃ Rajkot: સાંસદ રામ મોકરિયા અધિકારીની તોડબાજી સામે મેદાને આવ્યા

Advertisement

SMC લોકો સીટી બસનો વધુ ઉપયોગ કરે તે માટે પ્રયત્ન હાથ ધર્યા

સુરત મહાનગર પાલિકા દ્વારા કંડક્ટરોના વ્યવહાર પર અંકુશ મેળવવા માટે વિજિલન્સની ટીમ પણ બનાવવામાં આવી હતી. વિજિલન્સની ટીમ દ્વારા કાબુ મેળવવામાં સફળતા મળી હતી. ત્યારે પાલિકા દ્વારા સિટી બસની સેવા વધુમાં વધુ લોકો લાભ લે તે માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ કંડક્ટરોનાં વ્યવહારના કારણે અનેક વખત તેઓ વિવાદમાં આવે છે. જેથી શહેરીજનો સિટી બસની સેવાનો લાભ લેવાનું ટાળી રહ્યા છે. અને મહાનગર પાલિકાને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Surat Muncipal Corporation gujarat first

સોમનાથ મરાઠે (ચેરમેન - જાહેર પરિવહન સેવા સુરત મહાનગરપાલિકા)

આ પણ વાંચોઃ Bhavnagar : તલના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં, સરકાર ટેકાના ભાવે ખરીદી કરે તેવી ખેડૂતોની માંગ

બેદરકાર ડ્રાયવર અને કંડક્ટર સામે કાર્યવાહી

સુરત મહાનગર પાલિકાના જાહેર પરિવહન સેવાના ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે, સુરત મહાનગર પાલિકામાં અગાઉ સસ્પેન્ડ કરવાની પ્રથા હતી. કોઈની ભલામણ આવે તો ફરી તેને પાછો મુકી દો. પરંતુ મનપા દ્વારા ઝીરો એક્સીડન્ટ પોલીસી બનાવી છે. બસની સ્પીડની વાત હોય, તેમના ડ્રેસની વાત હોય, તેના બેલ્ટની વાત હોય, અથવા આ કંડક્ટરો ટિકીટ ન આપતા હોય આવા કંડક્ટરો અને ડ્રાયવરો સામે અમે લાલ આંખ કરી છે. જેઓની સામે બ્લેક લિસ્ટ કરવાની કાર્યવાહી કરી છે.

આ પણ વાંચોઃ SMC ને હૉટલના પાર્કિંગમાંથી દારૂ ભરેલી કાર મળી અને રિક્ષામાંથી MDની પડીકીઓ વેચવા નીકળેલો શખ્સ મળ્યો

Tags :
Advertisement

.

×