Surat: ચોમાસુ વહેલું આવે તેવી શકયતા, પ્રિ-મોન્સૂનની કામગીરીને લઈ મનપા દ્વારા 50 ટકા કામગીરી શરૂ કરી
- સુરતમાં પ્રિ-મોન્સૂનની કામગીરીને લઇ મેયરનું અલ્ટીમેટમ
- 20 દિવસમાં પ્રિ-મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવા આદેશ
- હાલ 50 ટકા જેટલી જ કામગીરી થઇ છે પૂર્ણ
- બાકીની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા આદેશ
Surat News: રાજ્યમાં વહેલા ચોમાસાની વહેલી શક્યતાઓને લઈ સુરત મહાનગર પાલિકા (Surat Muncipal Corporation) દ્વારા શહેરમાં ભરાતા વરસાદી પાણીની સમસ્યા હલ કરવા માટે પ્રિ-મોન્સૂનની કામગીરી (Pre-Monsoon Operations) વહેલી તકે પૂર્ણ કરી દેવા આદેશ કરી દેવામાં આવ્યો છે. વરસાદની સીઝનમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. સુરતના મેયર (Surat Mayor) દ્વારા શહેરમાં વરસાદી પાણી ન ભરાય તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.
ખાડી અને ડ્રેનેજની સફાઈ માટે ટેન્ડર આપી દેવામાં આવ્યા
સુરત શહેર (Surat City)માં નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે ભરાતા વરસાદી પાણીને લઈ ભુવા પડવા જેવી અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) દ્વારા છેલ્લા એક મહિનાથી પ્રિ-મોન્સૂની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ શહેરમાં 50 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તેમજ બાકીની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાનો સુરત મેયર (Surat Mayor) સૂચન કર્યું છે. ખાડી અને ડ્રેનેજની સફાઈ માટે ટેન્ડર આપી દેવામાં આવ્યા છે. ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ થઈ જશે.
આ પણ વાંચોઃ Jamnagar: મનપા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજને નડતર રૂપ મકાનો તોડ્યા
ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ થઈ જશેઃ દક્ષેશ માવાણી (મેયર, સુરત મનપા)
સુરતના મેયર દક્ષેશ માવાણી (Surat Mayor Dakshesh Mawani) એ જણાવ્યું હતું કે, અત્યારે ડીએમસી દ્વારા અઠવાડિયામાં એક વખત પોતે મોનિટરીંગ કરી રહ્યા છે. તેમજ નીચેના અધિકારીઓ દ્વારા ત્રણ થી ચાર વાર વિઝીટ કરી છે. તેમજ ડીએમસી દ્વારા મીટીંગ પણ કરવામાં આવી છે. તેમજ જ્યાં એક્રોચમેન્ટ છે તેને પણ દૂર કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. આ વર્ષે મૌન્સૂનની કામગીરી ખૂબ જ સરસ કરી છે. આ વર્ષે અમને વિશ્વાસ છે કે જે પ્રમાણે કામગીરી કરી છે તે પ્રમાણે પાણી ભરાશે નહી. ગયા વર્ષે જે જગ્યાએ પાણી ભરાયા હતા. તે તમામ જગ્યાઓ પર શું એક્રોચમેન્ટ હતું. તે તમામ દૂર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Surat : ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે - C.R. Patil