સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગનો સપાટો, 86 સંસ્થાઓને નોટિસ, 1.31 લાખનો દંડ
- સુરત માં 41 સંસ્થાઓ પર પાલિકાના દરોડા, 120 કિલો અખાદ્ય પદાર્થ નાશ
- પનીર, ચીઝ અને ઘીનો 797 કિલો જથ્થો જપ્ત, સુરત પાલિકાની કડક કાર્યવાહી
- સુરતમાં ફૂડ વિભાગની તપાસ, 86 સંસ્થાઓને નોટિસ, 1.31 લાખનો દંડ
- ડેરી અને મસાલા વેપારીઓ પર સુરત પાલિકાના દરોડા, 54 કિલો અખાદ્ય જથ્થો નાશ
- સુરતમાં 375 સંસ્થાઓની તપાસ, અખાદ્ય પદાર્થોનો જથ્થો નાશ, સેમ્પલ લેબમાં
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે શહેરમાં ખાદ્ય સુરક્ષા અને જન આરોગ્યની ખાતરી કરવા માટે તપાસ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન હેઠળ શહેરની 41 સંસ્થાઓ જેમાં ડેરી ઉદ્યોગને લગતી સંસ્થાઓ ઉપર રેડ કરી હતી. તે ઉપરાંત મરી-મસાલા સહિત ખાદ્ય ચીજ-વસ્તુઓનું વેચાણ કરતાં દુકાનો ઉપર પણ રેડ કરવામાં આવી હતી. આમ આ રેડમાં મરી-મસાલાના વેપારીઓનો સમાવેશ થાય છે, તેમના પર દરોડા પાડીને વ્યાપક તપાસ કરવામાં આવી છે. આ દરોડા દરમિયાન 797 કિલો પનીર, ચીઝ એનાલોગ અને ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે 54 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત 41 સંસ્થાઓની તપાસમાં 120 કિલો અખાદ્ય પદાર્થો નાશ કરાયો અને 1.31 લાખ રૂપિયાનો વહીવટી ખર્ચ વસૂલવામાં આવ્યો હતો.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે શહેરની 41 સંસ્થાઓ પર દરોડા પાડીને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને હાઈજીનની તપાસ કરી હતી. આ દરોડા દરમિયાન નીચે મુજબના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા.
- પનીર: 16 સેમ્પલ
- ચીઝ એનાલોગ: 3 સેમ્પલ
- ઘી: 10 સેમ્પલ
- મરી-મસાલા: 28 સેમ્પલ
આ તમામ સેમ્પલને પૃથક્કરણ અને ગુણવત્તા તપાસ માટે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. દરોડા દરમિયાન 797 કિલો પનીર, ચીઝ એનાલોગ અને ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો, જેમાંથી 54 કિલો અખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.
અન્ય સંસ્થાઓ પર તપાસ
આ ઉપરાંત, પાલિકાની ટીમે વિવિધ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી 375 સંસ્થાઓની પણ તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં 79 ખાદ્ય પદાર્થોના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન 86 સંસ્થાઓમાં આરોગ્યલક્ષી ખામીઓ જોવા મળી જેના કારણે તેમને નોટિસો આપવામાં આવી છે. આ સંસ્થાઓમાંથી 120 કિલો અખાદ્ય પદાર્થોનો જથ્થો નાશ કરવામાં આવ્યો અને આ સંસ્થાઓ પાસેથી 1.31 લાખ રૂપિયાનો વહીવટી ખર્ચ વસૂલવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે જણાવ્યું કે, લેબોરેટરીમાં મોકલવામાં આવેલા સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો સેમ્પલમાં અખાદ્ય કે બિનઆરોગ્યપ્રદ પદાર્થોની પુષ્ટિ થશે તો સંબંધિત સંસ્થાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, જેમાં દંડ, લાયસન્સ રદ અને અન્ય પગલાંનો સમાવેશ થઈ શકે છે.
જન આરોગ્ય પ્રત્યે પ્રતિબદ્ધતા
આ દરોડા અને તપાસથી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની જન આરોગ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. પાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે, “શહેરના નાગરિકોના આરોગ્ય સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. અખાદ્ય અને બિનઆરોગ્યપ્રદ ખોરાક વેચનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.” તેમણે વેપારીઓને હાઈજીનના ધોરણોનું પાલન કરવા અને ફૂડ લાયસન્સ નિયમિત રીતે રિન્યૂ કરાવવા અપીલ કરી.
આ પણ વાંચો- Surendranagar : મુળી તાલુકામાં ગેરકાયદેસર માટી-રેતીનું મોટાપાયે ખનન ઝડપાયું, 3.20 કરોડનો મુદ્દમાલ કબજે