ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat News : દરિયાની તોફાની લહેરોમાં 36 કલાક મોત સામે બાથ ભીડી, પછી થયું એવું કે જાણીને ચોંકી જશો...

રામ રાખે એને કોણ ચાખે આ કહેવત નવસારીમાં સાચી સાબિત થઇ છે સુરતના ડુમસ દરિયા કિનારે શુકવારના રોજ દરિયામાં ડૂબીને લાપતા થયેલો એક 14 વર્ષીય બાળક 36 કલાક બાદ જીવિત મળી આવતા પરિવારમાં ખુશી છવાઈ હતી. ગત શુક્વારના રોજ સુરત...
10:04 AM Oct 01, 2023 IST | Dhruv Parmar
રામ રાખે એને કોણ ચાખે આ કહેવત નવસારીમાં સાચી સાબિત થઇ છે સુરતના ડુમસ દરિયા કિનારે શુકવારના રોજ દરિયામાં ડૂબીને લાપતા થયેલો એક 14 વર્ષીય બાળક 36 કલાક બાદ જીવિત મળી આવતા પરિવારમાં ખુશી છવાઈ હતી. ગત શુક્વારના રોજ સુરત...

રામ રાખે એને કોણ ચાખે આ કહેવત નવસારીમાં સાચી સાબિત થઇ છે સુરતના ડુમસ દરિયા કિનારે શુકવારના રોજ દરિયામાં ડૂબીને લાપતા થયેલો એક 14 વર્ષીય બાળક 36 કલાક બાદ જીવિત મળી આવતા પરિવારમાં ખુશી છવાઈ હતી.

ગત શુક્વારના રોજ સુરત ખાતે રહેતા લખન દેવીપૂજક નામનો 14 વર્ષીય બાળક તેની દાદી અને ભાઈ સાથે માતાજીના દર્શને ગયા બાદ ડુમસના દરિયા કિનારે ફરવા માટે ગયો હતો જ્યાં તેના ભાઈ સાથે દરિયામાં નાહવા પડ્યો હતો એ દરમિયાન લખન અને તેનો ભાઈ ડુમસના દરિયામાં ડૂબી ગયા હતા. જોકે લખનના ભાઈને તો બચાવી લેવાં આવ્યો હતો પરંતુ લખન દેવીપૂજક દરિયામાં શુક્વારે બપોરે દોઢથી બે વાગ્યાની આસપાસ ડૂબી ગયો હતો. જેની શોધખોળ કરવા છતા પણ આ લખનની ભાળ મળી ન હતી ત્યારે બીજા દિવસે પણ તેનો પરિવાર તેની શોધખોળ કરી રહ્યો હતો એ સમયે જ લખનના પરિવારને ખબર મળી કે લખન દરિયામાં જીવે છે અને માછીમારોએ તેને બચાવી લીધો છે ત્યારે તેમના પરિવારની ખુશીનો પારના રહ્યો ન હતો.

નવદુર્ગા નામની બોટમાં 8 જેટલા માછીમારો દરિયામાં માછીમારી કરી રહ્યા હતા એ સમયે તેમને મધદરિયે લાકડાના માંચડા ઉપર એક બાળક બેસીને હાથ ઉંચો કરીને મદદ માંગતું દેખાયું. જેથી માછીમારો બોટ લઈને આ બાળક પાસે પોહચી તેને બોટમાં બેસાડી તેની પુછપરછ કરતા તે ડુમસના દરિયામાં નાહવા પડ્યો હતો તે દરમિયાન ડૂબી ગયો હતો તેવું જાણવા મળ્યું હતું. માછીમારોએ તાત્કાલિક અન્ય બોટ મારફતે ગામના લોકો સંપર્ક કરી નવસારીના ધોલાઈ બંદર ખાતે આવેલા મરીન પોલીસનો સંપર્ક કર્યો હતો અને આજે રવિવારની વહેલી સવારે આ લખન દેવીપૂજકને લઇને ધોલાઈ બંદરે આવી પોહચ્યાં હતા અને લખન દેવીપૂજકને પોલીસને સોંપ્યો હતો.

ડુમસના દરિયામાં ડૂબી ગયા બાદ ગુમ થયેલ બાળક માછીમારોને મધદરિયે સહીસલામત મળી આવ્યા બાદ ધોલાઈ બંદરે રાત્રી દરમિયાન માછીમારોની બોટ આવનાર હતી જેને લઇ નવસારી જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ સ્ટાફ અને લખનના પિતા વિકાસ દેવીપૂજક રાત્રે ધોલાઈ બંદર ખાતે આવી પોંહચયો હતા. જ્યાં વહેલી બોટ પહોંચતાની સાથે જ પ્રથમ લખનને આઇસીયુ ઓન વહીલમાં ડોકટરો દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. જ્યાં તે તંદુરસ્ત હોવાનું જણાયું હતું. જોકે લખનના નવસારીની ખાનગી હોસ્પિટલ કેટલાક ટેસ્ટ અને રિપોર્ટ કર્યા બાદ પરિવારને સોંપવામાં આવશે.

14 વર્ષીય લખન દેવીપૂજક 24 કલાક જેટલો સમય દરિયામાં લાકડાના સહારે રહ્યા બાદ માછીમારોએ બચાવ્યો હતો જે બાદ 36 કલાકે માછીમારોના સહારે ધોલાઈ બંદરે પોંહચયો હતો.

આ પણ વાંચો : અમદાવાદ સાયાબર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ

Tags :
ganesh visarjanGujaratGujarati NewslocalMiracleNavsariSurat
Next Article