Surt: ઓલપાડમાં ખેડૂતોને માવઠાના મારે રડવાનો વારો આવ્યો, વડોલી ગામમાં 500 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર
- સુરતના ઓલપાડમાં માવઠાનો કહેર
- માવઠાના મારે ખેડૂતોને આવ્યો રડવાનો વારો
- ઓલપાડમાં સૌથી વધુ ડાંગરનું થાય છે વાવેતર
- ખેડૂતો સ્ટેટ હાઈવે પર ડાંગર સુકવવા મજબુર
દક્ષિણ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં પડેલ કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. ત્યારે ખેડૂતો દ્વારા બજારમાંથી મોંઘાભાવે બિયારણ ખરીદી કરી ખેતરમાં પાકની વાવણી કરી હતી. અચાનક પડેલ કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઉભેલ મહામૂલા પાકને નુકસાન થવા પામ્યું હતું. ઓલપાડ જિલ્લામાં ઉનાળુ પાક ખેતરમાં ઉભો હતો. કમોસમી વરસાદ પડતા ખેતરમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ઓલપાડ જિલ્લામાં મોટા ભાગે ડાંગરના પાકનું વાવતેર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં પડેલ કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન થવા પામ્યું છે.
માવઠાના મારે ખેડૂતોને રડાવ્યા
સુરતના ઓલપાડમાં ખેડૂતો દ્વારા ઉનાળીની સીઝનમાં ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. ડાંગનો પાક ખેતરમાં ઉભો હતો. તે દરમ્યાન તાજેતરમાં પડેલ કસમોસમી વરસાદના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આખા ગુજરાતમાં ઓલપાડ તાલુકામાં સૌથી વધુ ડાંગરના પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. તેમજ વડોલી ગામની સીમમાં માવઠાના કારણે જમીન ભેજવાળી થતા ખેડૂતો રોડ પર પાક સૂકાવવા મજબૂર બન્યા છે. દક્ષિણ ગુજરાતનાં કમોસમી વરસાદના કારણે ધરતીના તાત ખેડૂતને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
500 હેકટર જમીનમાં ડાંગરનું વાવેતર
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના એકમાત્ર એવા વડોલી ગામમાં જ 500 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. વડોલી ગામની સીમમાં માવઠાના કારણે જમીન ભેજવાળી થતા હવે ખેડૂતો પાક રોડ ઉપર સૂકવવા માટે મજબૂર બન્યા છે. લાચાર ખેડૂતોએ કહ્યું કે ભગવાન નારાજ હોય સરકારને શું ફરિયાદ કરવી. હાલ તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેમજ સરકાર દ્વારા સર્વે કરી સહાય આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Valsad : કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન, ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે શરુ કરાયો
15 વીઘાનો પાક લઈ શકાય તેમ નથીઃ તુષાર લાડ(ખેડૂત)
વડોલીના ખેડૂત તુષાર લાડે જણાવ્યું હતું કે, 25 વીઘામાં ડાંગના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. 25 વીઘામાંથી 15 વીઘામાંનો પાક એવો છે કે જે લઈ શકાય તેમ નથી. તાજેતરમાં પડેલ વરસાદના કારણે અમારે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગયા વર્ષે પણ આ પરિસ્થિતિ હતી. તેમજ આ વર્ષે પણ આવી પરિસ્થિતિ સર્જાવા પામી છે. હાલ ભેજવાળી જગ્યા હોઈ અમે જમીન પર પાક સૂકવી શકતા નથી. એટલે રોડ પર સૂચવવા ફરજિયાત અમારે આવવું પડે છે. કુદરતના કહેર સામે લાચાર થયેલ ખેડૂતે છેલ્લે કહ્યું કે, સરકાર પાસે શું અપેક્ષા રાખવી કે કુદરત જ અમારાથી નારાજ થઈ ગઈ...