Surat : મોટા વરાછામાં ઓર્ગેનાઇઝ ક્રાઈમ આચરતી ટોળકીનો પર્દાફાશ, 3 ભેજાબાજની ધરપકડ
- Surat માં ઓર્ગેનાઇઝ ક્રાઈમ આચરતી ટોળકીનો પર્દાફાશ
- મોટા વરાછામાં સાઇબર સેલ દ્વારા રેડ, 36 કલાક સુધી પંચનામું
- 3 આરોપીઓની ધરપકડ કરી, 86 ડેબિટ કાર્ડ,180 પાસબુક, 30 ચેકબુક મળી
સુરતનાં (Surat) મોટા વરાછા વિસ્તારમાં ઓર્ગેનાઇઝ ક્રાઈમ આચરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. સુરત સાઇબર ક્રાઈમ (Surat Cyber Crime) દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ અલગ-અલગ લોકો પાસેથી બેંક ખાતાની કીટ ડમી નામ પર લેતા હતા. ત્યાર બાદ બોગસ પુરાવાનાં આધારે સીમકાર્ડ ખરીદીને નેટ બેકિંગથી બોગસ પાસવર્ડ બનાવતા હતા અને સાઇબર ફ્રોડનાં નાણા ડમી બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી ઉપાડી લેતા હતા. આ મામલે પોલીસે વિવિધ બેંકનાં 86 ડેબિટ કાર્ડ, 180 બેંકની પાસબુક, 30 જેટલી અલગ-અલગ બેંકની ચેકબુક જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Morbi : 5 વર્ષથી ચાલતી માથાકૂટની અદાવતમાં યુવકનું ઢીમ ઢાળી દીધું, 3 ની ધરપકડ
ઓર્ગેનાઇઝ ક્રાઈમ આચરતી ટોળકીનો પર્દાફાશ!
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) મોટા વરાછા વિસ્તારમાં આવેલા લજામણી ચોક ખાતે સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં 107 નંબરની ઓફિસમાં સુરત સાઇબર ક્રાઈમ (Surat Cyber Crime) દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં સાઇબર ક્રાઇમે મિલન સુરેશ વાઘેલા, કેતન મગન વેકરિયા અને અજય ઇટાલિયાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમનાં (Organized Crime) નેટવર્કનો પર્દાફાશ થયો હતો. જ્યારે પોલીસ દ્વારા 36 કલાક સુધી પંચનામું કરવામા આવ્યું હતું. પોલીસનાં જણાવ્યા મુજબ, ઝડપાયેલા ત્રણેય આરોપીઓ રેકેટનાં માસ્ટર માઇન્ડ છે. આરોપી અજય અને કેતન અલગ-અલગ લોકો પાસેથી બેંક ખાતાની કીટ ડમી નામથી લેતા હતા. ત્યાર બાદ બોગસ પુરાવાનાં આધારે સીમકાર્ડ ખરીદીને નેટ બેકિંગથી બોગસ પાસવર્ડ ક્રિયેટ કરતા હતા.
આ પણ વાંચો - Digital Arrest : ડ્રગ્સ ટ્રાફિકિંગ, મની લોન્ડરિંગમાં ફસાવવાનું કહી 20 લાખ પડાવ્યા!
86 ડેબિટ કાર્ડ,180 પાસબુક, 30 ચેકબુક, 27 ફોન, 258 સીમ કાર્ડ જપ્ત
આરોપીઓ સાઇબર ફ્રોડ આચરીને તેના નાણા ડમી બેંક એકાઉન્ટમાં જમા કરતા હતા. ત્યાર પછી પાસવર્ડનાં માધ્યમથી રૂપિયા ઉપાડી લેતા હતા. આ કાર્યવાહીમાં પોલીસે (Surat Police) આરોપીઓ પાસેથી વિવિધ બેંકનાં 86 ડેબિટ કાર્ડ, 180 બેંકની પાસબુક અને 30 જેટલી અલગ-અલગ બેંકની ચેકબુક જપ્ત કરી છે. તપાસ દરમિયાન 77 કરોડનાં ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. સાથે જ 258 સીમ કાર્ડ, 27 થી વધુ ફોન જપ્ત કરાયા છે. પોલીસ તપાસ મુજબ, આરોપીઓ છેલ્લા એક વર્ષથી સમગ્ર રેકેટ ચલાવતા હતા. આરોપીઓ તમામ બેંક કીટ દુબઈ મોકલતા હતા. આરોપી મિલન દુબઈથી સુરત આવે ત્યારે અજય દુબઈ જતો હતો.
આ પણ વાંચો - Gondal : દિવાળીને લઈ માર્કેટિંગ યાર્ડ કયા-કયા દિવસે રહેશે બંધ! વાંચો વિગત