Surat : પાંડેસરામાં યુવતીની છેડતી કરનાર ત્રણ નરાધમો જેલના સળિયા પાછળ, મહિલાઓની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહી ચાલે
Surat : પાંડેસરા વિસ્તારમાં ગઈકાલે યુવતીની શારિરીક છેડતી થઈ હોવાની વાત સામે આવી હતી અને પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીની ધરપકડ કરી છે. સુરજ વિશ્વકર્મા, રાજુ ગુપ્તા અને દીપક ગુપ્તાની ધરપકડ કરી હતી. યુવતી અલથાણ વિસ્તારમાંથી પગપાળા આવી રહી હતી તે દરમિયાન તેની છેડતી કરવામાં આવી હતી.
Advertisement
Surat : યુવતી ચાલતી આવી રહી હતી તે દરમિયાન 3 શખ્સ બાઈક પર આવ્યા અને છેડતી કરી હતી, તો યુવતી સાથે છેડતી થતા તે રિક્ષામાં બેસીને નીકળી ગઈ હતી અને જે બાદ ચાલુ રિક્ષામાં પીછો કરી ફરીથી તેની છેડતી કરી અને પોતાની સાથે આવું છે તેમ કહી ગંદા ઈશારા કર્યા હતા.

