ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : લિંબાયતમાં થયેલ મારામારીની ઘટનામાં પોલીસે મહિલા સહિત 7 ની ધરપકડ કરી

પોલીસ તપાસમાં આ વીડિયો લિંબાયતનાં મારુતિનગર વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું.
11:42 PM Jan 25, 2025 IST | Vipul Sen
પોલીસ તપાસમાં આ વીડિયો લિંબાયતનાં મારુતિનગર વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું.
  1. Surat નાં લિંબાયત વિસ્તારમાં મારામારીની ઘટનાનો મામલો
  2. પોલીસે મહિલા સહિત 7 લોકોની ધરપકડ કરી, અન્યની શોધખોળ
  3. સોસાયટીમાં શ્વાન બાબતે ઝઘડો થતાં મારામારી થઈ હતી

સુરતનાં (Surat) લિંબાયત વિસ્તારમાં મારામારીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા હરકતમાં આવેલી લિંબાયત પોલીસે (Limbayat Police) તાત્કાલિક ધોરણે રાયોટિંગનો ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી. પોલીસે મહિલા સહિત 7 લોકોની આ ગુનામાં ધરપકડ કરી હતી. જ્યારે અન્ય ઈસમોની પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસમાં શ્વાન બાબતે સોસાયટીમાં ઝઘડો થયો હતો, જેમાં ફરિયાદીએ પોતાની માસીનું ઉપરાણું લઈ સોસાયટીનાં લોકો જોડે બોલાચાલી કરી હતી, જેથી લોકો ફરિયાદી પર તૂટી પડ્યા હતા અને મારામારી કરી હતી.

આ પણ વાંચો- Aravalli : Mahakumbh જઈ રહેલા પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 3 નાં મોત

લિંબાયત વિસ્તારમાં મારામારીની ઘટનામાં 7 લોકોની ધરપકડ

સોશિયલ મીડિયા પર સુરતનો (Surat) એક વીડિયો વાઇરલ થયો હતો. આ વાઇરલ વીડિયોમાં કેટલાક લોકો મારામારી કરતા નજરે પડ્યા હતા. લિંબાયત વિસ્તારનાં નામે વાઇરલ આ વીડિયોમાં સમગ્ર મારામારીની ઘટના કેદ થઈ હતી. આ વીડિયો ધ્યાને આવતા લિંબાયત પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ તપાસમાં આ વીડિયો લિંબાયતનાં (Limbayat) મારુતિનગર વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરી રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો. જે ગુનામાં પોલીસે મહિલા સહિત 7 લોકોની ધરપકડ કરી હતી.

Surat_Gujarat_first

આ પણ વાંચો- Padma Awards-2025 : ગુજરાતની આ 8 શ્રેષ્ઠીઓને પદ્મ એવોર્ડથી કરાશે સન્માનિત, જાણો લિસ્ટ

શ્વાન બાબતે શરૂ થયેલ બોલાચાલી મારામારી સુધી પહોંચી હતી

પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ફરિયાદી લિંબાયત વિસ્તારમાં આવેલા મારુતિનગર ખાતે પોતાની માસીને ત્યાં જમવા માટે આવ્યો હતો. દરમિયાન, તેણી માસી જોડે સોસાયટીનાં લોકો શ્વાન મુદ્દે ઝઘડો કરી રહ્યા હતા, જેથી ફરિયાદીએ પોતાની માસીનું ઉપરાણું લઈ સોસાયટીનાં લોકો જોડે બોલાચાલી કરી હતી. રોષે ભરાયેલા સોસાયટીવાસીઓએ આ સોસાયટીની મેટરમાં બહારનાં વ્યક્તિએ બોલવાનું જરૂર નથી તેમ કહી મારામારી શરૂ કરી દીધી હતી. સોસાયટીનાં લોકો દ્વારા માર મારતા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. પોલીસની તપાસમાં વાઇરલ વીડિયો 23 જાન્યુઆરીનો હોવાનું સામે આવ્યું હતું.

અહેવાલ : રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત

આ પણ વાંચો-  જનસામાન્યનાં પ્રસંગને વડીલતુલ્ય ભાવ સાથે સાચવી લેતા CM Bhupendra Patel

Tags :
Breaking News In GujaratiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiLimbayat policeNews In GujaratiSocial MediaSuratviral video
Next Article