Surat પોલીસે લિંબાયતના કુખ્યાત યુસુફ પઠાણની કરી ધરપકડ : પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
- Surat પોલીસે કમલેશ તિવારી હત્યા કેસના આરોપી યુસુફ પઠાણને ખંડણીમાં ઝડપી લીધો
- લિંબાયતમાં ધાક જમાવનાર યુસુફ પઠાણની પોલીસે શાન ઠેકાણે લાવી
- રૂ. 5.50 કરોડના સાયબર ફ્રોડથી લઈને હત્યા સુધી: યુસુફ પઠાણની ગુનાહિત શ્રેણી
- જાહેરમાં વરઘોડો કાઢી યુસુફ પઠાણને કાયદાનું ભાન કરાવ્યું
- કુખ્યાત આરોપી યુસુફ પઠાણ ફરી પોલીસના હાથમાં: ખંડણી કેસમાં ધરપકડ
Surat : સુરતની લિંબાયત પોલીસે એક વખત ફરી કાયદાનું ભાન કરાવીને કુખ્યાત આરોપી યુસુફ પઠાણની ધરપકડ કરી છે. આરોપી પર ખંડણી, હત્યા, ગુજરાત SIT સ્ટોક ફ્રોડ અને સાયબર ફ્રોડ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવણીના આરોપો છે. તાજેતરમાં લિંબાયત વિસ્તારના વેલ્ડિંગ વેપારી મોહમ્મદ ઇકબાલ સિદ્દીકી (ઉર્ફે લાલા)એ યુસુફ પઠાણ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે જૂન 2025માં ખાનપુર પ્લોટ વિસ્તારમાં યુસુફ પઠાણે ચપ્પુ બતાવીને ધમકી આપી અને રૂ. 7 લાખની ક્રેટા SUV કાર તેમજ તેના દસ્તાવેજો પડાવી લીધા હતા. જ્યારે વેપારીએ કાર પરત માંગી તો ફરી ધમકી આપી હતી.
આ પણ વાંચો- Gujarat Weather News: ગુજરાતમાં ફરી માવઠું? Ambalal Patel ની મોટી આગાહી!
Surat ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું
ફરિયાદના આધારે લિંબાયત પોલીસે યુસુફ પઠાણને ઝડપી લીધો અને જાહેરમાં વરઘોડો કાઢીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. આરોપીને એવા વિસ્તારમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેણે પોતાની ધાક જમાવી રાખી હતી. પોલીસની પકડમાં આવતાં જ યુસુફ પઠાણ બે હાથ જોડીને દયા માંગતો જોવા મળ્યો હતો. આ કાર્યવાહીથી સ્થાનિક નાગરિકોમાં રહેલો ડર દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Surat હિન્દવાદી નેતાની હત્યાનો આરોપ
યુસુફ પઠાણનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ લાંબો છે. તે 2019માં ઉત્તર પ્રદેશના લખનઉમાં હિંદુવાદી નેતા કમલેશ તિવારીની હત્યા કેસમાં આરોપી છે. આ કેસમાં તેણે હત્યારીઓને હથિયારની વ્યવસ્થા કરી આપી હોવાના આરોપ છે. આ કેસમાં ધરપકડ થયા બાદ જામીન મેળવીને બહાર આવ્યા હતા, પરંતુ ત્યારબાદ ફરી ગુજરાત SIT સ્ટોક ફ્રોડ કેસમાં અટકાયો હતો. તેમાં પણ ધરપકડ થઈ હતી અને જામીન પર છૂટ્યા બાદ તેણે ફરી ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી.
Surat સાયબર ફ્રોડમાં સંડોવણી
ઉપરાંત, મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ સ્ટેશનમાં રૂ. 5.50 કરોડના સાયબર ફ્રોડ કેસમાં તેની સંડોવણી સામે આવી છે. આ કેસમાં યુસુફ પઠાણ અને તેના સાગરીત ઇરફાન ઉર્ફે મોનુ હિદાયત હુસૈન સાથે મળીને સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટના ખાતામાં ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરાવ્યા હોવાના આરોપ છે. તેઓએ મ્યુલ બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરીને 25% કમિશન લીધું હતું. આ કેસમાં તે હાલ વોન્ટેડ છે અને ટૂંક સમયમાં ધરપકડ થઈ શકે છે.
લિંબાયત પોલીસની આ કાર્યવાહીએ સાબિત કર્યું છે કે કોઈ પણ કુખ્યાત આરોપી કાયદાથી બચી શકતો નથી. સામાન્ય નાગરિકોને ધમકી આપીને ખંડણી વસૂલતા આવા તત્વોને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ધરપકડથી વિસ્તારમાં રહેતા લોકોમાં રાહતની લાગણી છે અને પોલીસના પ્રયાસોની પ્રશંસા થઈ રહી છે.
આ પણ વાંચો- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો પદ સંભાળતા જ નીતિન નવીનનો ચૂંટણી શંખનાદ, ‘બંગાળથી કેરળ સુધી ખીલશે કમળ”


