ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat Police : 15 હજારથી 25 હજારમાં UK, યુરોપ અને કેનેડાના વર્ક વિઝા સ્ટીકર બનાવતા રિઢા ગુનેગારને પોલીસે પકડ્યો

પાંચ કલાક સુધી ચાલેલા દરોડામાં Surat City Police ને મોટી સફળતા મળી છે. યુરોપ, યુનાઈટેડ કિંગડમ અને કેનેડાના નકલી વિઝા સ્ટીકર બનાવતા પ્રતિક શાહ ઉર્ફે અભિજીતની ધરપકડથી આંતરરાજ્ય ટોળકીનો આગામી દિવસોમાં પર્દાફાશ થશે
06:01 PM Sep 02, 2025 IST | Bankim Patel
પાંચ કલાક સુધી ચાલેલા દરોડામાં Surat City Police ને મોટી સફળતા મળી છે. યુરોપ, યુનાઈટેડ કિંગડમ અને કેનેડાના નકલી વિઝા સ્ટીકર બનાવતા પ્રતિક શાહ ઉર્ફે અભિજીતની ધરપકડથી આંતરરાજ્ય ટોળકીનો આગામી દિવસોમાં પર્દાફાશ થશે

Surat Police : સુરત શહેરના રાંદેર વિસ્તારમાં સોમવારની રાતે પોલીસે પાડેલા દરોડામાં એક મોટા વિઝા કૌભાંડનો પર્દાફાશ થયો છે. Surat Police છેલ્લાં એક વર્ષથી જે આરોપીને શોધી રહી હતી તે રંગે હાથ ઝડપાયો છે. પાંચ કલાક સુધી ચાલેલા દરોડામાં Surat City Police ને મોટી સફળતા મળી છે. યુરોપ, યુનાઈટેડ કિંગડમ અને કેનેડાના નકલી વિઝા સ્ટીકર બનાવતા પ્રતિક શાહ ઉર્ફે અભિજીત (Pratik Shah alias Abhijeet) ની ધરપકડથી આંતરરાજ્ય ટોળકીનો આગામી દિવસોમાં પર્દાફાશ થશે. અત્રે નોંધનીય છે કે, આરોપી પ્રતિક શાહ છેલ્લાં 8 વર્ષથી નકલી વિઝાના કારોબારમાં સંડોવાયેલો છે. નકલી વર્ક વિઝા સ્ટીકર (Fake Work Visa Sticker) ના ધંધામાં પ્રતિક 1 કરોડથી પણ વધુની કમાણી કરી ચૂક્યો છે.

Surat Police ને દરોડામાં શું મળ્યું ?

સુરત શહેર એસઓજી પીઆઈ એ.પી.ચૌધરી (PI A P Chaudhari) ને બાતમી મળી હતી કે, રાંદેરમાં રહેતો પ્રતિક નિલેશભાઈ શાહ ઉર્ફે અભિજીત નકલી વિઝા સ્ટીકર બનાવે છે. આ માહિતીના આધારે એસઓજી અને પીસીબી પીઆઈ આર.એસ.સુવેરા (PI R S Suvera) ની ટીમે સમોર રેસીડેન્સી ફલેટ નં.202 ખાતે સોમવારે મોડી રાતે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ફલેટમાંથી ચેક રિપબ્લિક, જર્મની, કેનેડા અને UK ના 13 નકલી વિઝા સ્ટીકર મળી આવ્યા હતા. આ ઉપરાંત ચેક રિપબ્લિક દેશનો સિક્કો, UK, સર્બિયા અને મેસેડોનીયા દેશના હોલમાર્કવાળા પેપરનો જથ્થો, 2 નંગ UV લેઝર ટોર્ચ, પેપર કટર, લેપટોપ, કલર પ્રિન્ટર, એમ્બોઝ મશીન, કોર્નર કટર મશીન, ઇન્કની 9 બૉટલ અને 5 મોબાઈલ ફોન મળી આવ્યાં છે. આ મામલે રાંદેર પોલીસ સ્ટેશન (Rander Police Station) ખાતે પ્રતિક શાહ, કેતન દિપકભાઈ સરવૈયા (રહે. આણંદ), હર્ષ, પરમજીતસિંઘ, અફલાક અને સચીન શાહ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ  વાંચો -પોપટ સોરઠીયા હત્યા કેસમાં Aniruddhsinh Ribda જેલમાં મુક્ત થયા બાદ ત્રણ ગુનામાં આરોપી બન્યા, બેમાં ચૂપચાપ ધરપકડ અને એકમાં બાકી

વર્ષ 2024માં Surat Police આરોપી સુધી પહોંચે પહેલાં શું થયું ?

પ્રતિક શાહ નકલી વિઝા સ્ટીકર બનાવતો હોવાની માહિતી સુરત એસઓજી પાસે એક વર્ષથી હતી. વર્ષ 2024માં સુરત એસઓજી પ્રતિક શાહને રંગે હાથ પકડવાની તૈયારી કરતી હતી તે સમયે દિલ્હી પોલીસ ઑક્ટોબર-2024માં ત્રાટકી અને તેને ઉપાડી ગઈ. દિલ્હીના IGI Airport Police Station ખાતે નોંધાયેલા કેસમાં પ્રતિક શાહ સહિત ટોળકી સામે નોંધાયેલા ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. 6 મહિના અગાઉ પ્રતિક શાહ જેલમાંથી છૂટ્યો છે. પ્રતિક શાહની સામે ગુજરાતના સુરત, વડોદરા અને દિલ્હીમાં એક ડઝન કેસ નોંધાઈ ચૂક્યાં છે.

આ પણ  વાંચો -ડીજીપીનો આદેશ છતાં વિવાદિત ડાયરેક્ટ PIને એસપી Rohan Anand છાવરતા હતા, દારૂ ચોરીકાંડમાં કરાઈ કાર્યવાહી

પોલીસથી બચવા આરોપી વર્ચ્યુઅલ નંબર વાપરતો

ચારેક મહિના અગાઉ 14 હજાર માસિક ભાડાથી રાંદેર વિસ્તારમાં ફલેટ રાખ્યો. પ્રતિક શાહની માતા અડાજણ ખાતે એકલાં રહે છે. પોલીસ જુના સરનામે શોધી કાઢે નહીં એટલે જેલમાંથી છૂટ્યા બાદ રાંદેરમાં ભાડાનો ફલેટ લીધો અને પત્ની-પુત્રી સાથે પ્રતિક રહેતો હતો. 9 વર્ષ અગાઉ સુરત શહેરમાં અને છેલ્લાં ત્રણ વર્ષમાં દિલ્હી ખાતે બે કેસ નોંધાયા છે. પ્રતિક પાસેથી તેમજ તેના ઘરમાંથી મળી આવેલા 5 મોબાઈલ ફોન પૈકી માત્ર એક ફોનમાં બે સીમકાર્ડ મળી આવ્યા છે. આરોપી પ્રતિક શાહ પોલીસથી બચવા માટે વર્ચ્યુઅલ નંબર થકી એજન્ટ ટોળકીના સભ્યો સાથે સંપર્કમાં રહેતો હતો.

સ્ટીકર કુરિયર મોકલાતા, પેમેન્ટ આંગડિયા/બેંકમાં આવતું

પંજાબ, હરિયાણા, દિલ્હી, આસામ અને વિદેશમાં બેસેલાં લેભાગુ એજન્ટો સાથે પ્રતિક શાહ છેલ્લાં પાંચેક વર્ષથી સતત સંપર્કમાં છે. વર્ક વિઝાના નામે દુકાનો ચલાવતા એજન્ટો ભોગ બનનારના પાસપોર્ટની ડિટેઈલ મોકલી આપતા ત્યારબાદ પ્રતિક શાહ તેના ઘરે બેસીને અડધો કલાકમાં એક વિઝા સ્ટીકર બનાવી આપતો હતો. 15 હજારથી 25 હજાર રૂપિયાનો ચાર્જ લેતો પ્રતિક શાહ નકલી વિઝા સ્ટીકર (Fake Visa Sticker) તૈયાર કરીને કુરિયરમાં જે-તે સ્થળે મોકલી આપતો હતો. નકલી વિઝા સ્ટીકર મળતાની સાથે જ એજન્ટો પ્રતિકને આંગડિયા તેમજ બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી આપતા હતા. ક્યારેક ક્યારેક મોટી રકમ હોય તો પ્રતિક શાહ રૂબરમાં સ્વીકારતો હોવાની માહિતી સામે આવી છે.

Tags :
Bankim PatelFake Work Visa StickerGujarat FirstIGI Airport Police StationPI A P ChaudhariPI R S SuveraPratik Shah alias AbhijeetRander Police StationSurat Police
Next Article