સાયબર ક્રાઇમ રોકવા સુરત પોલીસે કર્યો નવતર પ્રયોગ: 'સાયબર ગરબો' તૈયાર કર્યો
દેશમાં ડિજિટલ ફ્રોડ અને સાયબર ક્રાઇમ ના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે એક અનોખી પહેલ કરી છે
Advertisement
- સાયબર અવેરનેસ અને સાયબર ક્રાઈમ રોકવા પોલીસનો નવતર અભિગમ
- દેશમાં સૌ પ્રથમ વખત સુરત પોલીસે બનાવ્યો સાયબર ગરબો
- સાયબર ક્રાઇમ રોકવા અને લોકોને જાગૃત કરવા બનાવ્યુ ગીત
- સાયબર ફ્રોડના વધતા કેસને લઈ ગરબો તૈયાર કરવામાં આવ્યો
- ડિજિટલ ફ્રોડ જેવી ઘટનાઓ બનતી અટકાવવા ગરબો લોન્ચ કરાયો
ગુજરાત સહિત દેશમાં હાલ નવરાત્રિનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ નવરાત્રિ તહેવારમાં સુરત પોલીસે સાયબર એવરનેસને લઇને એક નવતર પ્રયોગ કર્યો છે. સુરત પોલીસે સાયબર ક્રાઇમ રોકવા માટે સ્પેશિયસ સાયબર ગરબો તૈયાર કર્યો છે.. દેશમાં ડિજિટલ ફ્રોડ અને સાયબર ક્રાઇમના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે એક અનોખી પહેલ કરી છે. લોકોને સાયબર સુરક્ષા વિશે જાગૃત કરવા અને જાગૃતિ ફેલાવવા માટે પોલીસે સાયબર ગરબો તૈયાર કર્યો છે. આ એક નવતર પ્રયોગ છે. જે દેશમાં સૌપ્રથમ વખત કરવામાં આવ્યો છે. આ ગીત અને ગરબા દ્વારા, લોકો મનોરંજનની સાથે સાથે સાયબર ફ્રોડથી બચવાની માહિતી પણ મેળવી શકશે.

