ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સાયબર ક્રાઇમ રોકવા સુરત પોલીસે કર્યો નવતર પ્રયોગ: 'સાયબર ગરબો' તૈયાર કર્યો

દેશમાં ડિજિટલ ફ્રોડ અને સાયબર ક્રાઇમ ના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે એક અનોખી પહેલ કરી છે
09:27 PM Sep 23, 2025 IST | Mustak Malek
દેશમાં ડિજિટલ ફ્રોડ અને સાયબર ક્રાઇમ ના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે એક અનોખી પહેલ કરી છે
સાયબર ક્રાઇમ.......

ગુજરાત સહિત દેશમાં હાલ નવરાત્રિનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ નવરાત્રિ તહેવારમાં સુરત પોલીસે સાયબર એવરનેસને લઇને એક નવતર પ્રયોગ કર્યો  છે. સુરત પોલીસે સાયબર ક્રાઇમ રોકવા માટે સ્પેશિયસ સાયબર ગરબો તૈયાર કર્યો છે.. દેશમાં ડિજિટલ ફ્રોડ અને સાયબર ક્રાઇમના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે એક અનોખી પહેલ કરી છે. લોકોને સાયબર સુરક્ષા વિશે જાગૃત કરવા અને જાગૃતિ ફેલાવવા માટે પોલીસે સાયબર ગરબો તૈયાર કર્યો છે. આ એક નવતર પ્રયોગ છે. જે દેશમાં સૌપ્રથમ વખત કરવામાં આવ્યો છે. આ ગીત અને ગરબા દ્વારા, લોકો મનોરંજનની સાથે સાથે સાયબર ફ્રોડથી બચવાની માહિતી પણ મેળવી શકશે.

સાયબર અવેરનેસ અને સાયબર ક્રાઈમ રોકવા પોલીસનો નવતર અભિગમ

આ સાયબર ગરબો બનાવવાનો મુખ્ય હેતુ લોકો સુધી સરળ અને અસરકારક રીતે સાયબર સુરક્ષાનો સંદેશ પહોંચાડવાનો છે. ઘણીવાર, લોકો બેંકિંગ ફ્રોડ, ઓનલાઈન છેતરપિંડી, અને સોશિયલ મીડિયા પર થતા ગુનાઓનો ભોગ બને છે, કારણ કે તેમને આ વિશે પૂરતી જાણકારી હોતી નથી. આ ગરબાના માધ્યમથી, પોલીસ સામાન્ય માણસને તેની આસપાસ બનતી સાયબર ગુનાની ઘટનાઓ વિશે ચેતવણી આપી રહી છે અને તેમાંથી કેવી રીતે બચવું તે શીખવી રહી છે.

સાયબર ક્રાઇમ રોકવા અને લોકોને જાગૃત કરવા બનાવ્યુ ગીત

આ ગરબાના શબ્દોમાં એવી સલાહ આપવામાં આવી છે કે કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવું, વેરિફાઈડ એકાઉન્ટ્સને જ ફોલો કરવા, અને પોતાનો OTP કોઈની સાથે શેર ન કરવો. આ પહેલથી સુરત પોલીસનો ઉદ્દેશ્ય લોકોને માત્ર સાયબર ગુનાઓથી બચાવવાનો નથી, પરંતુ તેમને પોતાની ડિજિટલ સુરક્ષા પ્રત્યે જવાબદાર બનાવવાનો પણ છે. ગરબાના તહેવાર દરમિયાન આ ગરબો ખૂબ જ લોકપ્રિય થવાની અને લાખો લોકો સુધી પહોંચવાની આશા છે, જેનાથી સાયબર ફ્રોડના કેસમાં ઘટાડો થઈ શકે.

આ પણ વાંચો:   કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માણસામાં અનેક વિકાસના કાર્યનું કર્યું લોકાર્પણ, પરિવાર સાથે બહુચર માતાના કર્યા દર્શન

Tags :
Awareness CampaignCyber Awarenesscyber crimeCyber GarbaDigital FraudGujaratGujarat FirstInnovative ApproachNavratriOnline SecuritySurat Police
Next Article