ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat Police એ કુખ્યાત કેલીયા ગેંગના આરોપીઓનું સરઘસ કાઢ્યું

Surat Police : કુલ 4.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે
03:50 PM Dec 04, 2024 IST | Aviraj Bagda
Surat Police : કુલ 4.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે
Surat Police

Surat Police : તાજેતરમાં Surat ના રાદેર વિસ્તારમાં છરી બતાવીને એક યુવકનું સરાજાહેર અપહરણ કરવામાં આવ્યું છે. ત્યારે આ યુવકનું જે વ્યક્તિઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું, તેઓ કેલીયા ગેંગના આરોપીઓ હતા. જોકે Surat ની રાંદેર Police એ આ મામલો ઉકેલી કાઢ્યો છે. જોકે આ યુવક પાસેથી કેલીયા ગેંગાના આરોપીઓએ આશરે 30 લાખ પાડાવ્યો હોય, તેવી ફરિયાદ નોંધવામા આવી હતી. તો આ આરોપીઓને Police એ પકડી પાડીને તાજેતરમાં Surat ના રાંદેર વિસ્તારમાં તેમનું સરઘસ નીકાળવામાં આવ્યું છે.

બાયનાન્સ એકાઉન્ટમાંથી સમગ્ર USDT ટ્રાન્સફર કરાવી લીધા

મળતી માહિતી મુજબ, Surat ના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા USDT ટ્રેડર મુસ્તકીમ ઝુનઝુનીયાનું છરીની ધારે અપહરણ કરવામાં આવ્યું હતું. આ અપહરણની સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. ત્યારે રાંદેર Police એ આ કેસમાં કુખ્યાત કૈલાશ ઉર્ફે કેલીયા સહિત ત્રણની ધરપકડ કરી છે. તો અપહરણ કરનાર ટોળકીએ મુસ્તકીમને ઓલપાડ, ઉધના અને પાંડેસરા જેવા વિસ્તારોમાં ફેરવ્યો અને તેના બાયનાન્સ એકાઉન્ટમાંથી સમગ્ર USDT ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યાર બાદ લિંબાયત વિસ્તારમાં મુસ્તકીમને છોડી દીધો હતો.

આ પણ વાંચો: Ahmedabad : ટ્રાફિક નિયમો ભંગ કર્યાં તો સમજો ગયા! રિક્ષાચાલકો માટે પણ મહત્ત્વની સૂચના

કુલ 4.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે

જે બાદ મુસ્તકીમ ઝુનઝુનીયાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો પોલીસ ફરિયાદમાં આરોપીઓ વિરૂદ્ધ USDT ચોરી, અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકીઓ સહિતના આરોપ મુકવામાં આવ્યા છે. રાંદેર Police એ ઘટનાની તમામ વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે અને બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ ચાલી રહી છે. જોકે Police એ આ આરોપી પાસેથી લાલ બ્રેઝા કાર અને બે મોબાઇલ ફોન સહિત કુલ 4.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

તે સિવાય રોકડા 18,000 રૂપિયા પણ કબજે કર્યા હતા

પોલીસના જણાવ્યા અનુસાર, રાંદેર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ટેકનિકલ અને ગુપ્તચર માધ્યમોથી તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન લાલ બ્રેઝા કાર અને કૈલાશ ઉર્ફે કેલીયા આધાર પાટીલ સહિતના આરોપીઓનું નામ સામે આવ્યું હતું. ટોળકીએ મુસ્તકીમને ઓલપાડ, ઉધના અને પાંડેસરા વિસ્તારોમાં ફેરવી તેની સાથે મારપીટ કરી અને બાયનાન્સ એકાઉન્ટમાંથી USDT ટ્રાન્સફર કરાવી લીધા. તે સિવાય રોકડા 18,000 રૂપિયા પણ કબજે કર્યા હતા.

આ પણ વાંચો: BZ Group Scam : શિક્ષક એજન્ટની દાદાગીરી! કહ્યું- પોલીસ-CID ખિસ્સામાં લઈને..!

Tags :
Gujarat CrimeGujarat Crime NewsGujarat FirstGujarat NewsGujarat Trending NewsKeliya GangKidnappedKidnapping USDT trader knifepointsurat crime newsSurat newsSurat PoliceUSDT
Next Article