Surat: ગુજરાત ગ્રામીણ બેંકમાંથી લૂંટ કરનાર સકંજામાં, તપાસમાં થયા અનેક મોટા ખુલાસા
- સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં કરી હતી લૂંટ
- પિસ્તોલ બતાવી 3.76 લાખ રૂપિયાની લૂંટને આપ્યો હતો અંજામ
- વેડરોડ પરથી આરોપી નાજીસ સનુલ્લા શેખ નામનો શખ્સ ઝડપાયો
- આરોપી પાસેથી 1 પિસ્તોલ, 7 કારતૂસ, રોકડ રકમ કરાઈ જપ્ત
મહિને 90 લાખ કમાવવા માટે 22 વર્ષીય યુવાને પિસ્તોલની અણીએ “ગુજરાત ગ્રામીણ બેંક”માં લૂંટ નો પ્લાન બનાવ્યો હતો. બેંક માં માત્ર બે મહિલા કર્મચારી હોય છે અને સિક્યુરિટી ગાર્ડ હોતો નથી . જેના કારણે ઘર થી માત્ર બે કિમી દૂર આવેલી બેંક ને લૂંટ માટે ટાર્ગેટ કરનાર આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સચીન વિસ્તારમાં આવેલા “ગુજરાત ગ્રામીણ બેંક”માં 20 મેએ બપોરે એક યુવાન પિસ્તોલ બતાવી બે મહિલા કર્મચારી સહિત ત્રણને બંધક બનાવી 3,76,890ની લૂંટ ચલાવી નાસી ગયો હતો. આરોપીએ જણાવ્યું છે કે એમેઝોન પ્રાઈમમાં ફ્રેન્ચાઇઝી મેળવવા માટે 10-12 લાખ ની જરૂર હતી જેથી તેણે બેંકમાં લૂંટ કરી હતી.
આરોપીને ઝડપી પાડી લૂંટનો ભેદ ઉકેલ્યો
બેંકમાં સિક્યુરિટી ગાર્ડ નહોતો, જે લૂંટ માટે મુખ્ય કારણ બની રહ્યું. સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં આરોપી નાજીસ ઉર્ફે બબલુ મોહમદ સનઉલ્લાહ શેખ ને પિસ્તોલ, કાર્તેઝ અને લૂંટની રકમ સહિત ઝડપી પાડી મામલાનો ભેદ ઉકેલી નાખ્યો છે.આરોપી મૂળ બિહારના ચંપારણ જિલ્લાના ફુલવરીયા ગામનો છે અને હાલ સચીન ખાતે રહે છે. તેણે પોલીસ સામે કબૂલાત કરી છે કે તેને એમેઝોન પ્રાઈમની પાર્સલ ડિલિવરી ફ્રેન્ચાઇઝી લેવી હતી. જેમાં અંદાજે 10થી 12 લાખનું રોકાણ જરૂરી છે અને માસિક રૂ. 80થી 90 લાખની આવક થવાની ધારણા હતી.આવી કમાણી માટે તે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતો.
સંપૂર્ણ રકમ રિકવર કરી
માસીક લગભગ 80 થી 90 લાખની કમાણી કરવાની લાલચમાં આરોપી નાજીસ ઉર્ફે બબલુ મોહમદ સનઉલ્લાહ શેખે પોતાના ઘરના માત્ર બે કિલોમીટર દૂર આવેલી બેંકમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. સચિન વિસ્તારમાં રહેતો આ આરોપી ત્યાંની બેંકની બહાર અને અંદરની સ્થિતિથી પરિચિત હતો તથા તેને ખબર હતી કે બેંકમાં માત્ર બે મહિલા કર્મચારી અને એક ડેઈલી બેઝીસ કર્મચારી હાજર રહે છે તેમજ ત્યાં કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ નહોતો, જેને પગલે તેણે બેંકને ટાર્ગેટ કરી હતી. તેણે ત્રણેય કર્મચારીઓને બંધક બનાવીને ખૂફીયા ઢંગે લૂંટની ઘટનાને અંજામ આપ્યો અને ₹3.76 લાખની રકમ લૂંટી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી પિસ્તોલ અને સાત કાર્તેઝ જપ્ત કર્યા છે તેમજ સંપૂર્ણ રકમ રિકવર કરી છે.
બ્રિટિશ કબ્રસ્તાન નજીકથી તેને પકડી પાડ્યો
ડીસીપી ભાવેશ રોઝિયાં એ જણાવ્યું હતું કે, એક માસ પહેલાં જ તેણે બિહારમાંથી દિપક નામના ઇસમ પાસેથી પિસ્તોલ અને 7 કાર્તેઝ મેળવી સુરત આવ્યો હતો. 19 મેએ બેંક લૂંટવાનો પ્રયાસ કર્યો પણ હિંમત ન થતા પાછો ફર્યો હતો. 20 મેએ ફરી પિસ્તોલ સાથે બેંક પહોંચ્યો અને મહિલા કર્મચારીઓને ધમકાવી લૂંટ ચલાવી હતી. આરોપી સીસીટીવીમાં કેદ થવા પામ્યો હતો. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે કતારગામ બ્રિટિશ કબ્રસ્તાન નજીકથી તેને પકડી પાડ્યો.
આ પણ વાંચોઃ Gandhinagar: CM કાર્યાલય ખાતે યોજાયો સ્વાગત કાર્યક્રમ, ધરતીપુત્રના પ્રશ્નોનું નિવારણ લાવવા તાકીદ કરી