SURATના સિંઘમોની નવા વર્ષે શુભ શરૂઆત ; મજૂરી કરતાં યુવક પાસેથી જપ્ત કર્યું 15 લાખ રૂપિયાનું ડ્રગ્સ
- SURAT માં નવા વર્ષની શરૂઆતમાં જ ડ્રગ્સ પેડલર્સ પર પોલીસની તલવાર
- ડ્રગ્સના નેટવર્કને તોડવા સુરત પોલીસ આક્રમક : ત્રણ સ્થળેથી મોટી કાર્યવાહી
- આમિર શેખ સહિત ચારની ધરપકડ : સુરતમાં 15 ગ્રામ ડ્રગ્સ જપ્ત
- નવું વર્ષ, નવું અભિયાન : સુરત પોલીસે ડ્રગ્સ વેચાણ પર લગામ કસી
- SOG અને સ્થાનિક પોલીસની સંયુક્ત કામગીરીથી ડ્રગ્સનો જથ્થો જપ્ત
SURAT : નવા વર્ષની શરૂઆતમાં જ સુરત પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ આક્રમક નીતિ અપનાવી છે. શહેરમાં ડ્રગ્સના કારોબારને રોકવા માટે પોલીસે પ્રથમ જ દિવસે ત્રણ અલગ-અલગ સ્થળોએથી મોટી કાર્યવાહી કરી છે. આ કામગીરીમાં કુલ ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી 15 લાખ રૂપિયાથી વધુ કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
15 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમે સૌથી પહેલાં આમિર શેખ નામના આરોપીને ઝડપ્યો હતો. આમિર પાસેથી 15 ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. આમિર શેખ માર્કેટ વિસ્તારમાં મજૂરી કામ કરે છે અને તેની સાથે ડ્રગ્સ વેચાણનો ધંધો પણ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની પૂછપરછ શરૂ કરી દીધી છે અને તેણે ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું તેની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, એક મજૂરી કામ કરતાં વ્યક્તિ પાસેથી લાખો રૂપિયાનું ડ્રગ્સ ક્યાંથી આવ્યું, તેની તપાસ કરવામાં આવી રહી છે.
SURAT ક્રાઈમ બ્રાન્ચ- એસઓજીની નવા વર્ષે ધમાકેદાર શરૂઆત
બીજી તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), સલાબતપુરા પોલીસ અને અઠવા પોલીસ સ્ટેશનની ટીમોએ સંયુક્ત કામગીરી કરીને અન્ય ત્રણ આરોપીઓને પકડ્યા છે. આ તમામ આરોપીઓ જુદા-જુદા વિસ્તારોમાંથી ડ્રગ્સ વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું છે. એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ સ્થળોએથી આટલી મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત થવું એ સુરત પોલીસની તૈયારી અને ગુપ્ત માહિતી સાથેની સંપૂર્ણ તૈયારી સાથે ડ્રગ્સ સામેનું અભિયાન આરંભ્યું હોવાનું દર્શાવે છે.
Surat : નવા વર્ષમાં ડ્રગ્સ સામે સુરત પોલીસ આક્રમક મૂડમાં
નવા વર્ષના પ્રારંભમાં 3 જગ્યાએથી ડ્રગ્સ વેચનારની ધરપકડ
સલાબતપુરા પોલીસે 15 ગ્રામ ડ્રગ્સ સાથે આમિર શેખને ઝડપ્યો
સુરત SOG પોલીસ, સલાબતપુરા-અઠવા પોલીસે 4ને ઝડપ્યા
એક જ દિવસમાં 3 જગ્યાએથી 15 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપાયું… pic.twitter.com/X9WpZJP0up— Gujarat First (@GujaratFirst) January 1, 2026
ડ્રગ્સ નેટવર્કને તોડી પાડવું પ્રાથમિકતા
સુરત પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે, નવા વર્ષમાં ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવું એ તેમની પ્રથમ પ્રાથમિકતા છે. શહેરમાં ડ્રગ્સ પેડલર્સ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે અને ગુપ્ત માહિતીના આધારે આવી કાર્યવાહીઓ ચાલુ રહેશે. છેલ્લા કેટલાક મહિનાઓમાં સુરતમાં ડ્રગ્સના કેસોમાં વધારો જોવા મળ્યો હતો, જેના કારણે પોલીસે આ વર્ષે વધુ આક્રમક વલણ અપનાવ્યું છે.
યુવા ધન થઈ રહ્યું છે બર્બાદ
આ કાર્યવાહીથી શહેરના યુવાનોને ડ્રગ્સના ખતરાથી બચાવવાનો સંદેશ પણ મળી રહ્યો છે. ડ્રગ્સનો વ્યસન માત્ર વ્યક્તિને જ નહીં, પરિવાર અને સમાજને પણ બરબાદ કરે છે. સુરત પોલીસની આ ત્વરિત કાર્યવાહીને શહેરીજનો દ્વારા સરાહના મળી રહી છે. આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહીઓ ચાલુ રહે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો- માયાભાઈ, જયરાજ આહીર સામે રોષ, કોળી સમાજ અગ્રણીનું આંદોલનનું એલાન


