Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat માં સ્પાની આડમાં ડ્રગ્સ-સેક્સ રેકેટનો પર્દાફાશ, 3 ની ધરપકડ

હોટેલમાં સ્પાની આડમાં ડ્રગ્સ અને સેક્સ રેકેટ ઝડપાયું હોટેલમાંથી 3 લલનાઓને પણ પકડી પાડવામાં આવી હતી આરોપીઓએ કહ્યું કે, ડ્રગ્સ વોન્ટેટ ખલીલ પાસેથી લાવ્યા Surat Police Seized Drugs : હિરા નગરી સુરતમાંથી વધુ એકવાર ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે....
surat માં સ્પાની આડમાં ડ્રગ્સ સેક્સ રેકેટનો પર્દાફાશ  3 ની ધરપકડ
Advertisement
  • હોટેલમાં સ્પાની આડમાં ડ્રગ્સ અને સેક્સ રેકેટ ઝડપાયું
  • હોટેલમાંથી 3 લલનાઓને પણ પકડી પાડવામાં આવી હતી
  • આરોપીઓએ કહ્યું કે, ડ્રગ્સ વોન્ટેટ ખલીલ પાસેથી લાવ્યા

Surat Police Seized Drugs : હિરા નગરી સુરતમાંથી વધુ એકવાર ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. જોકે આ પહેલા પણ અનેકવાર સુરત પોલીસે અને SOG ની ટીમે કરોડની કિંમત ધરાવતું ડ્રગ્સ રેકેટ ઝડપી પાડ્યું છે. ત્યારે આ વખતે સુરત પોલીસે એક હોટલમાંથી ડ્રગ્સ રેકેટને ઝડપી પાડ્યું છે. જોકે આ હોટેલમાં સેક્સ રેકેટ પણ ચાલતું હતું, તેવી પોલીસ દ્વારા માહિતી સામે આવી છે. જોકે આ પહેલામાં પણ એક કેસ વેસુની હોટેલ ઉપર નોંધાયેલો છે.

હોટેલમાં સ્પાની આડમાં ડ્રગ્સ અને સેક્સ રેકેટ ઝડપાયું

સુરતના વેસુમાં યુવાધનને ડ્રગ્સ માફિયાઓ અને સેક્સ રેકેટ ચલાવાત હવસખોરીઓ નશેડી બનાવી રહ્યા છે. જોકે વેસુની હોટેલમાં આવેલા સ્પાની આડમાં ડ્રગ્સ અને સેક્સ રેકેટ ચાલતું હતું. ત્યારે પોલીસે એક ઓપરેશન તૈયાર કરીને આ હોટેલ ઉપર દરોડા પાડ્યા હતાં. ત્યારે સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો. તો દરોડા પાડતાની સમયે અનેક યુવાનો સ્પામાં હાજર હતાં. તે ઉપરાંત પોલીસે રેડ દરમિયાન કુલ 95 મિલીગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. તેની સાથે 3 ડ્રગ્સ વેચનારા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: 48 ગુનાનો આરોપી Bhima Dula આખરે પોરબંદર પોલીસના સકંજામાં

Advertisement

હોટેલમાંથી 3 લલનાઓને પણ પકડી પાડવામાં આવી હતી

તો ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીઓ પૈકી અમુક નશાની હાલતમાં પણ હતા. તે ઉપરાંત હોટેલમાંથી 3 લલનાઓને પણ પકડી પાડવામાં આવી હતી. આ લલનાઓને દેહવિક્રય માટે રાખવામાં આવી હતી. જોકે આ હોટેલમાં કે સ્પામાં ગ્રાહકો સેક્સ કરવા માટે આવતા ન હતાં. પરંતુ આ લલનાઓ ગ્રાહક જે સ્થળે બોલાવે, ત્યાં લઈ જવામાં આવતી હતી. તો જ્યારે પોલીસે અહીંયા આજરોજ દરોડા પાડ્યા હતાં. ત્યારે પણ લલનાઓ નશાની હાલતમાં જોવા મળી હતી.

આરોપીઓએ કહ્યું કે, ડ્રગ્સ વોન્ટેટ ખલીલ પાસેથી લાવ્યા

ડીસીપી વિજયસિંહ ગુર્જરના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપીઓ તરીકે મોહંમદ ચાંદ શેખ, મોહંમદ જુનેદ અને શૈલેન્દ્ર શર્માની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત જે યુવતીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં શૈલૈન્દ્ર શર્માની ગર્લફ્રેન્ડ પણ હાજર હતી. શૈલેન્દ્ર શર્માએ કહ્યું હતું કે, તેઓ ડ્રગ્સ ખલીલ પાસેથી લાવ્યા હતાં. જોકે સુરત પોલીસે ખલીલને પહેલાથી વોન્ટેટ જાહેર કર્યો છે. ત્યારે હાલમાં સુરત પોલીસે સમગ્ર મામલે કેસ નોંધીને આગળ કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો: VADODARA : "મનમાની" કરતા પોણો ડઝન AAP કાર્યકરો સામે ફરિયાદ

Tags :
Advertisement

.

×